Abtak Media Google News

ગેરરીતિ થતી હોવાની ફરિયાદને પગલે પુરવઠા વિભાગનો દરોડો

માળીયાના કુંતાસી ગામે આવેલ વ્યાજબી ભાવની દુકાનમાં ગેરરીતીની ફરિયાદને પગલે આજે પુરવઠા વિભાગની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ કરતા ગેરરીતી પ્રકાશમાં આવી હતી અને સ્ટોકમાં મોટો તફાવત ધ્યાને આવતા જથ્થો સીઝ કરાયો છે

માળીયાના કુંતાસી ગામે વ્યાજબી ભાવની દુકાન ધરાવતા લખમણભાઈ લાલજીભાઈ ભાંભીની દુકાનમાં ગેરરીતીની ફરિયાદો મળી હોય જેથી માળીયા પુરવઠા વિભાગના નાયબ મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ કરવામાં આવતા ગેરરીતિઓ ધ્યાને આવી હતી જેમાં દુકાનની બહાર પ્રિન્ટ કરેલ ભાવનું બોર્ડ લગાવેલ ના હોય. ગઋજઅ બોર્ડનું પ્રિન્ટ કરીને આપેલ છે તેમાં જથ્થાની જેમ જ ભાવની વિગતો લખવામાં આવેલ નથી અને સુચનાનો ભંગ કરેલ છે તે ઉપરાંત સ્ટોક ચેક કરવામાં આવતા સ્ટોકમાં મોટો તફાવત જોવા મળ્યો હતો

જેથી ઘઉં ૨૭૨૭ કિલો કીમત રૂ ૫૪૫૪, ચોખા ૪૬૪ કિલો કીમત રૂ ૧૩૯૨, ખાંડ ૧૬૬ કિલો કીમત રૂ ૩૫૫૨, ચણા ૧૦૪ કિલો કીમત રૂ ૪૨૬૪ મળીને કુલ સરકારી કીમત રૂ ૧૪,૬૬૨.૪૦ નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે જે જથ્થો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ કાર્ડધારકોને કોરોના મહામારીને પગલે મુશ્કેલી ના પડે અને વિનામુલ્યે મળી રહે તેવા હેતુથી વિતરણ કરવા પરત સોપવામાં આવે છે જેના હિસાબો અલગથી નિભાવવાના રહેશે અને આ હુકમ અન્વયે સક્ષમ અધિકારી તરફથી નિર્ણય લેવામાં આવે જે બંધનકર્તા રહેશે તેમ પણ સીઝર ઓર્ડરમાં નાયબ મામલતદારે જણાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.