Abtak Media Google News

Ipoint Logo For Header 1 1

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૩૧૭૧૫.૩૫ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૩૨૧૮૨.૯૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૩૧૮૫૫.૩૨ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૦૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૨૩ પોઈન્ટના ઉછાળા સાથે ૩૨૦૪૪.૫૧ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૯૨૮૫.૯૦ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૯૪૧૧.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૯૩૨૧.૧૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૯૮ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૮ પોઈન્ટના ઉછાળા સાથે ૯૩૭૦.૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

MCX ગોલ્ડ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે જૂન ગોલ્ડ રૂ.૪૫૫૨૭ ના મથાળેથી ખુલીને રૂ.૪૫૫૫૦ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૫૪૦૦ ના નીચા મથાળે નોંધાવી ૨૮૭ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૫૫૨૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

MCX સિલ્વર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે મે સિલ્વર રૂ.૪૧૨૪૪ ના મથાળેથી ખુલીને રૂ.૪૧૨૪૪ પોઈન્ટના ઊચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૪૧૦૫૨ ના નીચા મથાળે નોંધાવી ૧૧૪ પોઈન્ટના ઘટાડા સાથે રૂ.૪૧૧૩૦ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

કોરોના વાયરસના સંકટ વચ્ચે સપ્તાહના બીજા દિવસે ભારતીય શેરબજારની ટ્રેડિંગની શરૂઆત ગઈકાલના નોંઘપાત્ર કડાકા બાદ નીચલી સપાટીએથી રિકવરી સાથે થઈ હતી. કોરોના મહામારીમાં ભરડામાં આવી ગયેલા વિશ્વમાં હવે આ મહામારીનો બીજો રાઉન્ડ શરૂ થવાના અને આ નવો રાઉન્ડ વધુ ઘાતક નીવડવાના ફફડાટ તેમજ આ મહામારીથી વિશ્વનું અર્થતંત્ર ઐતિહાસિક સંકટમાં આવી ગયુ ત્યારે અમેરિકા દ્વારા ચાઈનાની આયાતો પર નવા આંકરા ટેરિફ-ડયુટી લાદવાની ડોનાલ્ડ ટ્રમ્પે ચીમકી આપતાં અને ચાઈના વિરૂધ્ધ વિશ્વનું આર્થિક યુદ્વ થવાના એંધાણે તેમજ અમેરિકામાં અનેક કંપનીઓના ખરાબ પરિણામો વચ્ચે ગઇકાલે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારોમાં વ્યાપક કડાકો બોલાઈ ગયો હતો. ભારતમાં લોકડાઉન ૩ છૂટછાટો સાથે શરૂ થયા છતાં અર્થતંત્રને પટરી પર લાવતાં લાંબો સમય લાગી જવાના સ્પષ્ટ સંકેતે એનબીએફસીઝ-ફાઈનાન્સ કંપનીઓ અને બેન્કો મોટા સંકટમાં આવી જવાની શકયતાએ લોકલ ફંડો અને ફોરેન બન્નેએ બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોએ શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાવી દીધો હતો. આજે નીચલી સપાટીએથી રિકવરી સાથે બીએસઈ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૬% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૪૩% વધીને કારોબાર કરી રહ્યા હતા. ઉપરાંત, વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે ઓટો, રિયાલિટી, મેટલ, પાવર અને FMCG ઇન્ડેક્સમાં પણ રિકવરી જોવાઈ રહી છે.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૧૮૪૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૬૪૨ અને વધનારની સંખ્યા ૧૦૭૬ રહી હતી. ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૧૨૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩૦ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, આગામી દિવસોમાં આર્થિક પેકેજ, ત્રિમાસિક નાણાકીય પરિણામ તેમજ સંસ્થાગત રોકાણકારોના રોકાણ પ્રવાહ પર ભારતીય શેરબજારનો આધાર રહેલો છે. લોકડાઉન લંબાવ્યા છતાં અર્થતંત્રને ફરી વિકાસની પટરી પર લાવવાના થઈ રહેલા પ્રયાસોમાં જો આગામી સપ્તાહમાં મોટું આર્થિક-સ્ટીમ્યુલસ પેકેજ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર થશે તો પોઝિટીવ અસરે બજારમાં મોટો ઉછાળો નોંધશે. જેથી નેગેટીવ-પોઝિટીવ પરિબળો વચ્ચે આગામી દિવસો ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના બની રહેવાની સંભાવના છે. આગામી દિવસોમાં કોર્પોરેટ પરિણામોમાં આજે ૫, મેના રોજ NIIT ટેક અને ટાટા કોફી જ્યારે ૬, મેના રોજ યસ બેન્ક ત્યારબાજ ૭,મે ૨૦૨૦ના આઈટી જાયન્ટ HCL ટેકનોલોજીના નાણાકીય પરિણામ પર બજારની નજર રહેશે આ સાથે ભારતના એપ્રિલ ૨૦૨૦ મહિના માટેના ૬,મે ૨૦૨૦ના રોજ સર્વિસિઝ પીએમઆઈના જાહેર થનારા આંકડા પર ભારતીય શેરબજારની નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

  • ડિવિઝ લેબ ( ૨૨૯૭ ) :- રૂ.૨૨૭૩ નો પ્રથમ તેમજ રૂ.૨૨૬૦ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૨૩૩૦ થી રૂ.૨૩૬૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • બાટા ઈન્ડિયા ( ૧૩૦૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૨૮૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૨૭૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૩૭ થી રૂ.૧૩૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • HDFC બેન્ક ( ૯૧૯ ) :- બેન્ક સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૯૩૩ થી રૂ.૯૪૯ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૯૦૯ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૬૬૨ ) :- રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૬૭૬ થી રૂ.૬૮૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.