Abtak Media Google News

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!

તા.૦૪.૧૧.૨૦૧૯ ના રોજ સવારે ૧૦ કલાકે….

સેન્સેક્સ :- કોર્પોરેટ ઇન્ડિયાના પોઝિટીવ પરિણામ અને વિદેશી નાણાંકિય સંસ્થાઓની આક્રમક ખરીદીના કારણે સેન્સેક્સ આજે નવી ટોચ બનાવી છે. સરકાર દ્વારા એસટીટીમાં રાહત આપવામાં આવે તો બજારને વધુ સપોર્ટ મળશે. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ઇજઊ સેન્સેક્સ આગલા બંધ ૪૦૧૬૫.૦૩ સામે શરૂઆતી તબક્કામાં સુધારા સાથે ૪૦૨૯૩.૮૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૪૦૨૬૭.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૬૭ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૪૦૩૨૪ પોઈન્ટ મજબૂતી સાથે ટ્રેડીંગ કામકાજ ચાલુ હતું ..!!!

નિફ્ટી ફ્યુચર :- સુધારાનો ટ્રેન્ડ આ સપ્તાહે જળવાઇ રહે તેવી સંભાવના છે કેમકે કોર્પોરેટ પરિણામો પોઝિટીવ રહેવા સામે રૂપિયામાં ઝડપી રિકવરી થતા બજારને આજે સપોર્ટ મળ્યો છે. સપ્તાહે નિફ્ટી ઓલટાઇમ હાઇ ની સપાટી કુદાવે તેવા સંકેતો છે. ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૧૯૨૮.૨૫ સામે ૧૧૯૫૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૧૯૫૦.૩૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૪૬ પોઈન્ટ ની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૬ પોઈન્ટના ઉછાળા સાથે ૧૧૯૮૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે ટ્રેડ થતા હતાં ..!!!

ગોલ્ડ-સિલ્વર :- સોના-ચાંદીમાં હાજર બજારમાં સુધારાની ચાલ નબળી પડી છે. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ આવ્યો પરંતુ તેની બજારમાં ધારણા મુજબની પોઝિટીવ અસર જોવા મળી નથી. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ૧૫૩૦ ડોલર સાપ્તાહિક બંધ ન આપે ત્યાં સુધી ઝડપી સુધારો નકારાઇ રહ્યો છે. ઉલટું ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો મજબૂત બની રહ્યો હોવાથી સ્થાનિક બજારમાં ભાવ નજીવા ઘટ્યાં છે. હાજર અને વાયદામાં શોર્ટટર્મ ઘટાડાના સંકેતો મળી રહ્યાં છે. એમસીએક્સ ડિસેમ્બર ગોલ્ડ ૩૮૨૫૦ની સપાટી કુદાવી ૩૮૩૧૫ અત્યારે બોલાઇ છે જે આજે વૈશ્વિક બજારોના કારણે બે તરફી વધઘટે અથડાઇ રહ્યું છે. આજે ઉપરમાં ૩૮૪૫૦ અને ૩૮૫૦૦ સુધી પહોંચી શકે છે નીચામાં ૩૮૨૭૦ મજબૂત સપોર્ટ છે જે તૂટતા ૩૮૦૦૦ આવી શકે. જ્યારે ચાંદી એમસીએક્સ ડિસેમ્બર અત્યારે ૪૬૪૧૮ની સપાટી ઉપર રહી છે. જે ઉપરમાં ૪૬૫૦૦ – ૪૬૭૫૦ અને નીચામાં ૪૬૨૫૦ સુધી જઇ શકે.

ક્રૂડ :- ક્રૂડમાં ડિમાન્ડ સામે સપ્લાય વધુ છે પરંતુ જિઓ પોલિટીક ઇશ્યુના કારણે બજારમાં બે તરફી વધઘટ જોવા મળી રહી છે. અમેરિકામાં ક્રૂડ ઇનવેન્ટરી રેશિયો સપ્તાહના અંતમાં ઘટતા ભાવને સપોર્ટ મળ્યો છે. જોકે, ફંડામેન્ટલ નરમાઇ તરફી બની રહ્યાં છે. વૈશ્વિક સ્તરે માગ કરતા પુરવઠો વધારે હોવાથી ક્રૂડ ૫૯ ડોલરની સપાટી ઉપર ટકતું નથી. જ્યારે નીચામાં ૫૭ ડોલર તૂટતું ન હોવાથી મોટી મંદી અટકી છે. એમસીએક્સ નવેમ્બર ૩૯૩૧ની સપાટી આસપાસ બોલાઇ રહ્યું છે જે હજુ નીચામાં ૩૯૦૦ અને ત્યાર બાદ ૩૮૭૦ સુધી પહોંચી શકે છે. ઉપરમાં હવે ૩૯૫૦ ન કુદાવે ત્યાં સુધી સુધારાના સંકેતો નથી.

સ્થાનિક / વૈશ્વિક પારિબળોની વાત કરીયે તો…

વિદેશી રોકાણકારો તેમજ ફંડો દ્વારા હાથ ધરાયેલી નવી લેવાલી પાછળ મુંબઈ શેરબજાર ખાતે તેજીની ચાલ જોવા મળી હતી. કોર્પોરેટ ઈન્ડિયાના જુલાઈ થી સપ્ટેમ્બર ૨૦૧૯ના ત્રિમાસિક પરિણામો સરકારે કોર્પોરેટ ટેક્ષમાં કરેલા ઘટાડાના પરિણામે એકંદર અપેક્ષાથી  સારા જાહેર થઈ રહ્યા હોઈ અને કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રિય બજેટમાં અથવા એ પૂર્વે લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્ષ(એલટીસીજી) અને સિક્યુરિટીઝ એન્ડ ટ્રાન્ઝેક્શન ટેક્ષ(એસટીટી) તેમજ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્ષ(ડીડીટી)માં રાહત આપવામાં આવશે એવા અહેવાલો વહેતાં થતાં અન્ય આર્થિક નેગેટીવ પરિબળોને અવગણીને ભારતીય શેરબજારોમાં ફોરેન ફંડોએ તેજી કરીને બજારમાં ઈન્ડેક્સ બેઝડ નવો વિક્રમ સર્જયો છે. દેશમાં ફરી આર્થિક અધોગતિના આંકડા જાહેર થવા લાગી ભારતના પાયાના ક્ષેત્રની વૃદ્વિ સપ્ટેમ્બર ૨૦૧૯માં રેકોર્ડ ૫.૨% ઘટતાં અને રાજકોષીય ખાધ બજેટ અંદાજ રૂ.૬.૫૨ લાખ કરોડના ૯૩% સપ્ટેમ્બરના અંતે જ પહોંચી ગયા બાદ જાહેર થયેલા આંકડામાં ભારતનો બેરોજગારીનો દર ઓકટોબરમાં વધીને ૮.૫%ની ઊંચાઈએ પહોંચતા અને ઓકટોબર ૨૦૧૯ના મેન્યુફેકચરીંગ પીએમઆઈ આંક ઘટીને ૫૦.૬ની બે વર્ષની નીચી સપાટીએ પહોંચતાં સપ્તાહના અંતે શેરોમાં ઉછાળે સાવચેતી જોવાઈ હતી. અલબત તેજીની દોટ આગળ વધતી રહીને બેંકિંગ-ફાઈનાન્સ, મેટલ-માઈનીંગ શેરોની આગેવાનીએ સેન્સેક્સ-નિફટી બેઝડ ફંડોએ તેજીની દોટને આગળ વધારી હતી.

કુલ ટ્રેડીંગ થયેલી ૧૫૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૪૨૪ અને વધનારની સંખ્યા ૧૧૦૧ રહી હતી. ૬૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. ૫૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા….મિત્રો, તેજીનો વર્તમાન દોર પણ ટૂંકાગાળાનો નીવડવાની અને બજાર ફરી રિવર્સ ટ્રેન્ડ બતાવતાં ફરી સંખ્યાબંધ શેરોમાં ઓફલોડિંગ થવાના સંજોગોમાં ફસાઈ જવાની પૂરી શકયતા હોઈ રોકાણકારોએ પોતે તકેદારી રાખવાની રહેશે. કોર્પોરેટ પરિણામોની ત્રિમાસિક સીઝન એકંદર અપેક્ષાથી સારા રિઝલ્ટની પૂરવાર થઈ રહી છે, ત્યારે હવે આગામી દિવસોમાં જાહેર થનારા ત્રિમાસિક પરિણામોમાં આજરોજ એચડીએફસી લિમિટેડ, મંગળવારે ૫,નવેમ્બર ૨૦૧૯ના ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા રિઝલ્ટ પર નજર રહેશે.

ખેર મિત્રો, હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ

નિફ્ટી ફ્યુચર :- (૧૧૯૬૭ ) :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૯૩૦ પોઈન્ટના પ્રથમ અને ૧૧૯૦૯ પોઈન્ટના અતિ મહત્ત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૦૦૮ પોઈન્ટ થી ૧૨૦૨૦ પોઈન્ટ, ૧૨૦૩૩ પોઈન્ટની અતિ મહત્ત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

ડાબર ઈન્ડિયા ( ૪૬૫ ) :- રૂ.૪૪૭ નો પ્રથમ તેમજ રૂ.૪૩૦ ના બીજા સપોર્ટથી પેર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો રોકાણલક્ષી સ્ટોક રૂ.૪૭૭ થી રૂ.૪૮૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

સેન્ચુરી ટેક્ષટાઇલ ( ૪૧૩ ) :- સિમેન્ટ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૪૨૪ થી રૂ.૪૩૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૪૦૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

અદાણી પોર્ટ ( ૩૯૧ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૮૦ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક મરીન પોર્ટ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૪૦૪ થી રૂ.૪૧૪ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.