શેર બજારમાં તેજી: સેન્સેકસ ૫૦૦ પોઈન્ટ ઉછળ્યો

બેન્કિંગ-ફાયનાન્સ, ઓઈલ, ટેલીકોમ અને મેટલમાં લેવાલી

શેરબજારમાં છેલ્લા સાત દિવસથી અફરા-તફરીનો માહોલ જોવા મળે છે. વૈશ્ર્વિક સમીકરણો અને સ્થાનિક અર્થતંત્રમાં થયેલી અસરના કારણે બજારમાં કડાકા બોલી ગયા બાદ આજે સેન્સેકસ ઉંચકાયો હતો. પ્રારંભીક તબક્કે બજારમાં ૫૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. ત્યારબાદ બજાર થોડુ ઠંડુ પડ્યું હતું. અલબત આ લખાય છે ત્યારે સેન્સેકસ ૩૯૪ પોઈન્ટ ઉછળી ૩૯૦૯૧ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.

બીજી તરફ નિફટી-ફીફટીમાં પણ આજે ૧૪૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. આ લખાય છે ત્યારે નિફટી-ફીફટી ૧૦૮ પોઈન્ટ ઉછળી ૧૧૫૨૫ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. સેન્સેકસના પ્રમુખ ટાટા સ્ટીલ, ટીસીએસ, ઈન્ડુસીન્ડ બેંક, ઈન્ફોસીસ, આઈસીઆઈસીઆઈ બેંક અને એચસીએલ ટેક.માં લેવાલીનું જોર વધતા આ કંપનીઓના શેર ૨.૬૦ ટકા સુધી ઉછળ્યા હતા.

આજે બેન્કિંગ એન્ડ ફાયનાન્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. ટેકનોલોજીના શેર પણ સરેરાશ ૩.૨૬ ટકા સુધી ઉછળ્યા હતા. મેટલમાં ૪.૧૮ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશીયન પેઈન્ટ, ગેઈલ અને અલ્ટ્રાટેક સીમેન્ટ જેવા શેરમાં ગાબડા પડ્યા હતા.

Loading...