Abtak Media Google News

ટ્રેડીંગ સપ્તાહના પ્રથમ દિવસે જ બજારમાં વેચવાલીનું મોજું: રોકાણકારોના શ્વાસ અધ્ધર

કારોબારી સત્રના પ્રથમ દિવસે જ ઘરેલુ બજારમાં ઘટાડાની સ્થિતિ જોવા મળી છે. આજે નિફટી-ફીફટી ૧૧૦૦૦ના સપોટને તોડીને નીચે સરકી ગઈ હતી. બીજી તરફ સેન્સેકસ પણ ૭૦૦ પોઈન્ટનો કડાકો થયો હતો. નિફટીએ આજે સવારે ૧૦૯૪૮ સુધીનું ગોથુ લગાવ્યું હતું. ત્યાર બાદ વધુ નિચે સરકી હતી. સેન્સેકસ ૧.૫૦ ટકાની જ્યારે નિફટી-ફીફટીમાં ૧.૩૦ ટકાની નબળાઈ જોવા મળી હતી.

એક તરફ બજારમાં નબળાઈ હતી. બીજી તરફ સ્મોલ કેપ અને મીડકેપના શેરમાં ખરીદીનું વલણ જોવા મળ્યું હતું. બીએસઈના ૩૦ શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્ષ સેન્સેકસમાં ૧.૫ ટકા સુધીનો ઘટાડો જોવા મળતા રોકાણકારો મુંઝાયા હતા. બેન્કિંગ, ઓટો, રીયલ્ટી, મેટલ, આઈટી અને ફાયનાન્સીયલ સર્વિસના શેરોમાં વેચવાલીનું વાવાઝોડુ ફરી વળ્યું હતું. અલબત એફએમસીજી અને ફાર્માના શેરમાં મજબૂતી દેખાઈ હતી. ઈન્ડુસીન્ડ બેંક, કોટક મહિન્દ્રા, રિલાયન્સ, ઓએનજીસી, એચડીએફસી, ટીસીએસ, બજાજ ફાયનાન્સ, ઈન્ફોસીસ, પાવર ગ્રીડ અને એનટીપીસીના શેરોમાં ૧.૨૦ થી લઈ ૩ ટકા સુધીનું ગાબડુ જોવા મળી રહ્યું છે. બીજી તરફ ટાઈટન, ટાટા સ્ટીલ, એસબીઆઈમાં ૧.૩૩ ટકાથી ૪ ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેકસ અત્યારે ૩૭૨૦૦ આંક પર ટ્રેડ થઈ રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.