શેરબજાર પટકાયું: સેન્સેકસમાં ૧૦૫૦ પોઈન્ટનું ગાબડુ

બેન્કિંગ, ઓઈલ, ગેસ, ઓટોમેટીવ અને ટેલીકોમ સેકટરમાં વેંચવાલીનું વાવાઝોડુ ફરી વળ્યું

શેરબજારમાં આજે ફરી બ્લડબાથ જોવા મળ્યું છે. આજે શેરબજારમાં ૧૦૫૦ પોઈન્ટનું ગાબડુ પડતા રોકાણકારોને શ્ર્વાસ અધ્ધર થઈ ગયા હતા. બેન્કિંગ, ટેલીકોમ, ઓઈલ ગેસ અને ઓટોમેટીવ સેકટર ૬ ટકા સુધી તૂટી ગયા હતા. આજે વ્યાપક વેચવાલીના કારણે સેન્સેકસ ૩૦,૦૦૦ના સપોટ નજીક પહોંચી ગયો હતો.

નિફટીમાં પણ આજે ૩૦૯ આંકનું ધોવાણ જોવા મળ્યું હતું. આ લખાય છે ત્યારે નિફટી-ફીફટી ૯૦૦૦નો સપોટ તોડી ૮૮૨૭ના આંકે ટ્રેડ થઈ રહ્યો છે. બેંક નિફટીમાં ૧૨૬૩ પોઈન્ટનું તોતીંગ ગાબડુ જોવા મળ્યું હતું. આજે બેન્કિંગ સેકટરના લગભગ તમામ શેર રેડ ઝોનમાં ટ્રેડ થયા હતા. પીએનબી, કોટક મહિન્દ્રા, એચડીએફસી, બંધન બેંક, એસબીઆઈ, બેંક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ, એક્સિસ બેંક, આરબીએલ બેંક, ફેડરલ બેંક અને ઈન્ડુસીન્ડ સહિતના બેન્કિંગ સેકટરમાં આજે ૯.૫ ટકા જેટલા ગાબડા જોવા મળ્યા હતા. બેન્કિંગ સેકટરના હાલ હવાલ થઈ ગયા હતા.

નોંધનીય છે કે, લાંબા સમયથી શેરબજારમાં વોલેટાલીટી જોવા મળી રહી છે. કોરોના વાયરસના કારણે અર્થતંત્રને થયેલી નેગેટીવ અસરના નાથવા માટે મોદી સરકારે ૨૦ લાખ કરોડનું તોતીંગ રાહત પેકેજ જાહેર કર્યું હતું.

Loading...