Abtak Media Google News

જયોતિબેન માયાણી નામની ૪૫ વર્ષની મહિલાને ડો. માત્રાવડિયાની ટીમ ઊઈખઘ દ્વારા મળ્યુ નવજીવન

રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલના તબીબોનાં જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનની શોધ ઊઈખઘ મશીનના સુભગ સમન્વય દ્વારા તાજેતરમાં ૪૫ વર્ષનાં દર્દીને ૩૦ દિવસ સુધી જહેમત બાદ નવી જિંદગી મળી છે. આ ઘટના સાંભળીને આધુનિક વિજ્ઞાન અને તબીબોનાં જ્ઞાન પર શ્રધ્ધા વધી જાય તેવી છે. આ અંગેની માહિતી સ્ટર્લિંગના તબીબોએ ‘પ્રેસકોન્ફરન્સ’ અંતર્ગત વિગતવાર વર્ણવી હતી.

આ કિસ્સાની વિગતવાર માહિતી આપતા સ્ટર્લિંગ હોસ્પિટલ, ક્રિટિકલ કેર વિભાગના હેડ ડો. ચિરાગ માત્રાવડિયા એ જણાવ્યું હતુ કે લગભગ એક મહિના પહેલા જયોતિબેન માયાણી ઉ.૪૫ નામના દર્દીને ન્યુમોનિયા, ફેફસામાં ઈન્ફેકસન, ઉલ્ટી ઉબકા જેવી ફરિયાદો સાથે અન્ય ખાનગી હોસ્પિટલ ખાતેથી વધુ સારવાર માયે ખસેડાયા હતા. શ‚આતના તબકકે દર્દીને સ્વાઈન ફલુના લક્ષણો જણાતા સારવાર ચાલુ કરી વધુ રિપોર્ટ્સ કરાવાયા હતા જે રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા હતા. છતા જયોતિબેનની તબિયત વધુ બગડતી જતી હતી ફેફસા ઓકિસજનનું ગ્રહણ કરી શકે તે માટે મહત્તમ ઓકિસજન સપ્લાઈ ઉપરાંત વેન્ટિલેટરનું પ્રેશર પણ વધારી દેવામાં આવ્યું હતુ છતા પરિણામમાં સુધારો થતો જોવા મળ્યો ન હતો અને દર્દીની તિબયત વધુ કથળતી જતી હતી.

સામાન્ય રીતે એવી માન્યતા છે કે, ‘વેન્ટિલેટર’ એ અંતિમ ઉપાય છે. અને જો એ સારવાર કારગત ન નીવડે તો દર્દને બચાવી શકાય નહિ પરંતુ આ કિસ્સામાં જયોતિબેનના કુટુંબીઓની સહમતીથી ઈફકો. મશીનથી સારવાર આગળ વધારવાનો સમયસર નિર્ણય લેવાયો. વેન્ટિલેટર દ્વારા સારવાર કારગત ન નીવડે તેવા અમુક કિસ્સાઓમાં ઈકમો મશીનનો ઉપયોગ થાય છે. પરંતુ સફળતાનો દર અત્યંત મર્યાદિત છે. કારણ કે તેમાં ટાઈમીંગ અત્યંત મહત્વનું છે. ડો. ચિરાગ માત્રાવડીયા, ડો. ભાવિન ગોર અને ડો. કમલ પરીખ સહિતની નિષ્ણાંત ટીમે સમયસૂચકતા વાપરી ઈકમો મશીનની વ્યવસ્થા કરાવી આ કેસમાં મહત્વની સફળતા મેળવી હતી.

ઈકમો ટ્રીટમેન્ટનો ખ્યાલ આપતા સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલીસ્ટ ડો. ભાવિન ગોર જણાવે છે કે જેમ કિડની ફેલ્યોરના દર્દીને ડાયાલીસીસમાં મશીન દ્વારા લોહીનું શુધ્ધિકરણ કરવામાં આવે છે તેજ રીતે ફેફસા લોહીમાં ઓકિસજન ભેળવવાનું નિર્ધારીત કાર્ય કરી ન શકતા હોઈ ત્યારે ઈકમો મશીન દ્વારા લોહી શરીરની બહાર લાવી તેમાં ઓકિસજન ભેળવી કરી દર્દીનાં શરીરમાં દાખલ કરવામાં આવે છે. આમ જયાં સુધી રિક્વરી ન આવે ત્યાં સુધી આ મશીન ફેફસાનુંકાર્ય કરે છે. જેથી ફેફસાને દવા દ્વારા સાજા કરવાના કાર્ય માટે પૂરતો સમય મળી રહે છે.

જયોતિબેનને ઈકમો મશીન પર સારવાર ચાલુ થયા પછી પરિવારના ડોકયરો પર મૂકેલા વિશ્ર્વાદની જીત થઈ હતી અને એક દર્દીને નવજીવન બક્ષવામાં સફળતા મેળવી છે. વેન્ટિલેટર નિષ્ફળ જાય તેવા અમુક કિસ્સાઓમાં ઈકમો મશીન એક આશાનું કિરણ સાબિત થઈ છે. સમયસરનાં નિર્ણયો, તબિબોની કુશળ અને ઘનિષ્ઠ સારવાર થકી જિંદગી બચાવવાનાં સફળ પ્રયાસોને સ્ટર્લિંગ હોસ્પિટલના ચીફ મેડિકલ એડમીનીસ્ટેટર ડો. કમલ પરી ખઅને ઝોનલ ડિરેકટર ઘનશ્યામભાઈ ગુસાણીએ બિરદાવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.