Abtak Media Google News

ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરના પાર્ટ-૧૦માં તૈમુરની ભૂમિકા વિશે કરીના કપૂરની કલ્પના

હજુ તો કરીના કપુર પુત્ર તૈમુરના બાળોતિયા બદલે છે ત્યાં તેને ‘હીરો’ બનાવી દીધો ! કરીના કપુરે અત્યારથી જ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર – પાર્ટ ૧૦ની યોજના બનાવી લીધી છે. જેમાં પુત્ર તૈમુર અને કરન જોહરના ટિવન્સ યશ અને રુહીના હીરો-હીરોઈન હોવાની કલ્પના કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટુડન્ટ ઓફ ધ યરમાં આલિઆ ભટ્ટ, વરુણ ધવન અને સિઘ્ધાર્થ મલ્હોત્રાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને આ ફિલ્મ થકી જ બોલીવુડમાં એન્ટ્રી લીધી હતી.

આ ફિલ્મના બીજા ભાગમાં શ્રીદેવીની પુત્રી જાહન્વી કપુર અને શાહીદ કપુરનો સાવકો ભાઈ ઈશાન ખટ્ટર હોવાની ચર્ચા છે. બોલીવુડની બેબોને લાગે છે કે જયારે સ્ટુડન્ટ ઓફ ધ યરનો ૧૦મો ભાગ બનશે ત્યારે પુત્ર તૈમુર બોલીવુડમાં હીરો બનવા જેવડો થઈ ગયો હશે. સોશિયલ મીડિયાનો સદુપયોગ ગણો કે દુરુપયોગ પરંતુ અત્યારે હીરો-હીરોઈનના કામ કરતા આવી આવડી અવળી ચર્ચા વધુ થાય છે. ખાસ કરીને તેમના તાજા જન્મેલા કે હજુ ઉગીને ઉભા થતા બાળકો વિશે પણ સમાચારો વધુ ચમકતા રહે છે. હદ તો ત્યાં સુધી થઈ કે કરીના અને સૈફના પુત્ર તૈમુરની વા છૂટની પ્રણાલી (સિસ્ટમ) વિશે પણ ‘ન્યુઝ’ બનાવવામાં આવ્યા !!!

એવું નથી કે માત્ર તૈમુર જ ન્યુઝમાં ચમકે છે. શાહરુખ ખાનના સંતાનો આર્યન અને સુહાની ઉપરાંત નાનકડો અબરામ પણ પાપાની સાથોસાથ સતત સમાચારોમાં રહે છે. કદાચ તેને અત્યારથી જ લાઈમ લાઈટમાં રહેવાની આદત પાડવામાં આવે છે. આજની પેઢીને આ પ્રકારની પબ્લિસીટીનું વળગણ તેમની મહત્વાકાંક્ષાને કયાં સુધી લઈ જશે તે તો ભવિષ્ય જ કહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.