Abtak Media Google News

વેસ્ટ ઝોનમાં ૧૧ મિલકતો, સેન્ટ્રલ ઝોનમાં ૧૦ મિલકતો અને ઈસ્ટ ઝોનમાં ૮ મિલકતોને તાળા લગાવાયા

રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આજથી વેરાની હાર્ડ રિકવરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આજે બાકીદારોની ૨૯ મિલકતો સીલ કરી દેવામાં આવી હતી. વેસ્ટ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા ૧૫૦ ફુટ રીંગ રોડ પર યશ કોમ્પ્લેક્ષ, કાલાવડ રોડ પર સાંઈબાબા કોમ્પ્લેક્ષ, યુનિવર્સિટી રોડ પર પેરેમાઉન્ટ પાર્ક, અશ્ર્વમેઘ એપાર્ટમેન્ટ, સુવર્ણ કોમ્પ્લેક્ષ, મવડી મેઈન રોડ પર સ્વાગત આર્કેડ, જીવરાજ પાર્કમાં જીવરાજ નગરી પાર્ટનર્સ ફલેટ, મવડી એરીયામાં ઉદયનગર-૨માં ડો.શાંતીલાલ અગ્રાવત અને મવડીમાં શ્રીનાથજી શેરી નં.૬માં નવઘણ વિહા ભરવાડ નામના આસામીની સહિત કુલ ૧૧ મિલકતો સીલ કરવામાં આવી હતી.

સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં.૨માં રૈયા રોડ પર આવેલ સદગુરૂ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફલોર દુકાન નં.૪ તથા ૬ યુનિટને સીલ મારેલ છે. વોર્ડ નં.૩માં પરસાણાનગરમાં આવેલ કાવેરી કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફલોર દુકાન નં.૪ સીલ કરાય છે.

વોર્ડ નં.૭માં રજપુતપરામાં આવેલ આકાર કોમ્પ્લેક્ષમાં સેક્ધડ ફલોર દુકાન નં.૩ યુનિટને સીલ મારેલ છે. વોર્ડ નં.૧૩ ઉમાકાંત ઉદ્યોગનગરમાં આવેલ હરિ કૃષ્ણ એંજીને તથા શૈલેશ ટેકનો એજી. સીલ મારેલ છે. જયારે વોર્ડ નં.૧૪માં ભકિતનગર વિસ્તારમાં આવેલ મનસાતીર્થ કોમ્પ્લેક્ષમાં ફ.ફલોર દુકાન નં.૧૧૮ અને ૧૨૫ યુનિટને સીલ મારેલ છે.

પૂર્વ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં. ૪માં સાઈના ઈન્ડ એસ્ટેટ ની અમરશીભાઈ ખજુરીયા ની મિલ્ક્ત, ભીખાભાઈ સોરઠીયા-મોરબી રોડ પરની મિલ્ક્ત, કડવાભાઈ પટેલ-મોરબી રોડ, વોર્ડ નં ૬ માં લાલપરી રાંદરડા લેક પાસે આવેલ ગુરૂવરદ કોમ્પલેક્સ માં મનોહરસીંહ જાડેજા ની શોપ નં ૫ તા ૬ કુલ બાકી રકમ રૂ. ૩,૭૫૦૦૦/- માટે સીલ કરેલ છે.

વોર્ડ નં ૧૫,૧૬,૧૮ ની સંયુક્ત ટીમ દ્રારા વોર્ડ નં આજી જીઆઈડીસી માં આવેલ ડાયનામેટીક ફોર્જીંગ ના બે યુનીટ ની કુલ બાકી રકમ રૂ ૩૧.૦૦ લાખ ની વસુલાત માટે સીલ કરેલ છે. તેમજ મીરા ઉઘોગ માં આવેલ જેરામભાઈ આટકોટીયા ની ફાઉંડ્રી માં વસુલાત ની કાર્યવાહે કરતા રો ૧,૫૦૦૦૦/- નો ચેક આપેલછે વોર્ડ નં ૧૮ માં ધારેશ્વર સોસાયટી ઢેબર રોડ પરના યોગેશભાઈ કાચા ની મિલ્ક્ત ની બાકી રકમ રૂ ૧,૦૩.૦૦૦/- ની વસુલાત માટે સીલ કરેલ છે. ધારેશ્વર સોસાયટી ઢેબર રોડ પરના ચીનુભાઈ પટેલ ની મિલ્ક્તની બાકી રકમ રૂ ૪,૩૭૦૦૦/- ની વસુલાત માટે સીલ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.