ભારત વિકાસ પરિષદના સમૂહલગ્નમાં ૧૦૧ દંપતિઓ પાડશે પ્રભુતામાં પગલા

આજથી ફોર્મ વિતરણ: દિકરીઓને ૨૫૦ જેટલી વસ્તુઓ ભેટમાં અપાશે: રકતદાન કેમ્પ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન

અખિલ ભારતીય સંસ્થા ભારત વિકાસ પરિષદની સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતની રાજકોટની આનંદનગર શાખા દ્વારા સરગમ કલબના સહયોગથી આગામી ૧૮ રવિવારે ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય, સર્વજ્ઞાતિય, ૧૦૧ સમુહલગ્ન (નિ:શુલ્ક)નું આયોજન કરવામાં આવેલું છે. આ સમુહલગ્ન માતુરી સ્વ.સાવિત્રીબેન જેઠાલાલ રાયઠ્ઠાના સ્મરણાર્થે દિપકભાઈ જેઠાલાલ રાયઠ્ઠા અને મમતાબેન દિપકભાઈના મુખ્ય આર્થિક અનુદાનથી યોજાનાર છે. જેમાં અનેક શ્રેષ્ઠીઓનો સહકાર મળનાર છે. આ સમુહલગ્નમાં વર-ક્ધયા પરિવાર પાસેથી એકપણ રૂપિયો લેવામાં આવનાર નથી. તેમજ ક્ધયાઓને દાતાઓના સહયોગથી પાનેતર, મંગલસૂત્ર, સ્ટીલ કબાટ, સેટી પલંગ, ગાદલા સેટ, ટીપોઈ, સુટકેશ, વાસણો વિગેરે કરીયાવર આપવામાં આવશે તેમજ લગ્નમાં આવનાર તમામ લોકો માટે નાસ્તા તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવનાર છે.

આ સમુહલગ્ન અનેક મહાનુભાવો, સાધુ, સંતો-મહંતો તેમજ સમાજ આગેવાનો, રાજકીય આગેવાનોની હાજરીમાં યોજાશે. આ સમૂહલગ્નમાં થેલેસેમીયાગ્રસ્ત બાળકોના લાભાર્થે ભવ્ય રકતદાન કેમ્પનું આયોજન પણ સંસ્થા દ્વારા કરવામાં આવેલ છે. આ સમગ્ર કાર્યક્રમ તા.૧૮/૨/૨૦૧૮ને રવિવારે સવારથી બપોરના ૨:૦૦ વાગ્યા દરમિયાન રાજકોટની મધ્યમાં આવેલ ચૌધરી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં યોજાનાર છે. સમૂહલગ્નમાં પારિવારીક ભાવના અંગે કાર્યક્રમ પણ યોજાશે.

આ સમુહલગ્નમાં જોડાવવા માટે તા.૭/૧૨ને ગુરુવારથી ફોર્મ વિતરણ શ‚ થશે. ફોર્મ સાથે વર-ક્ધયાના પાસપોર્ટ સાઈઝ ફોટા, સ્કૂલ લિવીંગ સર્ટીની ખરી નકલ અને આધારકાર્ડની નકલ જોડવાના રહેશે. ફોર્મ માટે ભારત વિકાસ પરિષદ સંચાલિત આર.એમ.સી.કોમ્યુનિટી હોલ, આનંદનગર મેઈન રોડ, રાજકોટ ખાતેથી મળેલી વહેલા તે પહેલાના ધોરણે સંપૂર્ણ વિગત સાથે ભરીને સાંજે ૪ થી ૮ કલાકના સમયમાં પરત કરવાના રહેશે.

સમગ્ર આયોજન તથા કરીયાવર કે વસ્તુના સ્વ‚પમાં ક્ધયાદાન આપવા માટે ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંત ઉપાધ્યક્ષ અને ટ્રસ્ટી પ્રફુલભાઈ ગોસ્વામી (મો.૯૪૨૬૨ ૧૬૩૫૭), મિતલભાઈ ખેતાણી (મો.૯૮૨૪૨ ૨૧૯૯૯), ભાવેશભાઈ કાનાબાર (મો.૯૩૭૬૬ ૦૦૦૮૯), મનીષભાઈ ભટ્ટ (મો.૯૮૨૫૪ ૭૭૫૦૧), સુધીરભાઈ પારેખ (મો.૯૪૨૮૨ ૯૮૯૦૮), કિશોરભાઈ (મો.૯૮૨૫૦ ૭૫૨૨૯), આનંદનગર પ્રમુખ જેઠસુરભાઈ ગુજરીયા (મો.૯૭૨૪૪ ૪૭૩૯૯) તથા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા (મો.૯૮૨૪૦ ૪૦૮૮૯) દિલીપભાઈ ગોડાનો સંપર્ક કરવાનો રહેશે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારત વિકાસ પરિષદના મિતલ ખેતાણી, પ્રફુલભાઈ ગોસ્વામી, ભાવેશભાઈ કાનાબાર, મનીષભાઈ ભટ્ટ, જેઠસુરભાઈ ગુજરીયા, દિપકભાઈ ગોસાઈ, રાકેશભાઈ સોરઠીયા, કરશનભાઈ મેતા, હેંમતસિંહ ડોડીયા, બકુલભાઈ દુધાત્રા, દયાળજીભાઈ રાઠોડ, વિનોદભાઈ આસોદરીયા, વિઠ્ઠલભાઈ સોજીત્રા, મહેશભાઈ પરમાર, વિનોદભાઈ પેઢડીયા સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

કાર્યક્રમની વિગતો આપવા પ્રફુલભાઈ ગોસ્વામી, મિતલભાઈ ખેતાણી, ભાવેશભાઈ કાનાબાર, જેઠસુરભાઈ ગુજરીયા, ભાસ્કરભાઈ પારેખ, પ્રવિણભાઈ ગોસ્વામી, સુધીરભાઈ પારેખ, દિપકભાઈ ગોસાઈ, રાકેશભાઈ સોરઠીયા, ગૌતમભાઈ પટેલ, વિનોદભાઈ પેઢડીયા, કેશુભાઈ એંધાણી, કાળુભાઈ પાનસુરીયા, દિનેશભાઈ ત્રિવેદી, એસ.એસ.ગોસાઈ, વિઠ્ઠલભાઈ સોજીત્રા, જયંતિભાઈ કોરાટ, નરેન્દ્રભાઈ ભાડલીયા, વિનોદભાઈ પી.પટેલ, ગિરીશભાઈ ગાજીપરા, કિશોરભાઈ ટોળીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Loading...