Abtak Media Google News

સ્ટેમ સેલ થેરાપીનું પ્રથમ રીસર્ચ પેપર ભારતમાંથી રજુ થયું હતું

ભારતીય અમેરિકન યુવતી વિરાલી મોદીને યુએસએમાં ગંભીર બિમારીના કારણે ત્રણ વાર ક્લિનીકલી ડેડ જાહેર કરાઈ પરંતુ ડો.આલોક શર્માની સ્ટેમ સેલ થેરાપીના કારણે મળ્યું નવજીવન

કરોડરજજુમાં ઈજા ધરાવતા વ્યકિતઓનું રિહેબિલિટેશન કરવું એ રિહેબિલિટેશન નિષ્ણાતો માટે સૌથી વધુ પડકાર‚પ ક્ષેત્રોમાંનું એક છે. આજદિન સુધી, ખુબ ઓછા લોકો દાવો કરી શકયા છે કે કરોડરજજુને થયેલું નુકસાન દુર કરવામાં કે તેની ઈજાઓ કોઈ ઈલાજ થઈ શકયો હોય. જો કે દુનિયાભરના સંશોધકોને સ્ટેમ સેલ થેરાપીમાં મોટી આશા જોવા મળી છે અને તેણે દર્શાવ્યું છે કે એસસીટી રિહેબિલિટેશનની ભૂમિકા કરોડરજજુની ઈજા ધરાવતા દર્દીઓને સ્વતંત્ર બનાવવામાં વધી જાય છે. ગુજરાતના દર્દીઓ માટે, ન્યુરોજન બ્રેઈન એન્ડ સ્પાઈન ઈન્સ્ટીટયુટ દ્વારા ૧૭ ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં ફ્રી વર્કશોપ તેમજ ઓપીડી ક્ધસલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કેમ્પનું આયોજન ન્યુરોજનના દર્દીઓને સન્માનિત કરવા થઈ રહ્યું છે કેમ કે ન્યુરોજન સમજે છે કે કરોડરજજુની ઈજા, મસ્કયુલર ડાઈસ્ટ્રોફી, ઓટિઝમ, સેરેબ્રલ પાલ્સી વગેરેના દર્દીઓ માટે મુંબઈ સુધી માત્ર ક્ધસલ્ટેશન માટે આવવું એ ઘણું જ તકલીફદાયક નીવડી શકે છે. આ તમામ દર્દીઓ કે જેઓ લાઈલાજ ન્યુરોલોજિકલ ડિસઓર્ડસથી પીડાય છે તેઓ આ ફ્રી કેમ્પ માટે એપોઈન્ટમેન્ટ મેળવવા માટે મોનિકા મો.નં.૯૯૨૦૨ ૦૦૪૦૦ નો સંપર્ક સાધી શકે છે.

ન્યુરોજન બ્રેઈન એન્ડ સ્પાઈન ઈન્સ્ટીટયુટના ડિરેકટર અને એલટીએમજી હોસ્પિટલ અને એલટીએમ મેડિકલ કોલેજના ન્યુરોસર્જરીના વડા તથા પ્રોફેસર ડો.આલોક શર્માએ કહ્યું હતું, ‘કરોડરજજુની ઈજા વ્યકિતના કામકાજની સ્વતંત્રતા પર અસર કરે છે અને તેના કારણે જીવનધોરણ પર મોટી અસર પડે છે, પોતાની સેલ્ફ વર્થની લાગણી અને પરીણામે સામાજીક રીતે સમાવિષ્ટ રહેવાથી તે દૂર રહે છે. એ સામાન્ય રીતે અપેક્ષિત હોય છે કે કામકાજની રીતે વ્યકિતની સ્વતંત્રતાનું સ્તર કોઈ વ્યકિતની કરોડરજજુની ઈજા પર નિર્ભર હોય છે. એક વ્યકિતના ન્યુરોલોજિકલ સ્તરનું ચોકસાઈપૂર્વક અનુમાન ન લગાવી શકાય પરંતુ સંભવિત કાર્યના સંકેત તરીકે પણ તેને જોઈ શકાય.

વિરાલી મોદીનો કેસ ઘણો જ રસપ્રદ અને પ્રેરણાદાયી છે. આ ૨૫ વર્ષીય ભારતીય અમેરીકન યુવતી વિરાલી મોદીની વાત છે જેને અમેરિકામાં ત્રણ વખત કિલનીકલી ડેડ જાહેર કરાઈ હતી. ત્યારબાદ અહીં ત્રણ વાર સ્ટેમ સેલ થેરાપી આપ્યા બાદ તે પોતાની રોજીંદીક્રિયા કરવામાં સ્વતંત્ર બની હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.