ઓટો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગાડીએ ગતિ પકડતાં સ્ટીલના ભાવ આસમાને

સ્ટીલના ભાવ ટન દીઠ રૂ.૧૦૦૦એ પહોંચી ગયા, વધતા ભાવ કાબૂમાં લેવા કાચા લોખંડની નિકાસ ઉપર રોક લગાવવા વિચારણા

કોરોના મહામારી વચ્ચે આર્થિક ક્ષેત્ર અને સ્થિર રાખવા સરકારે તબક્કાવાર પગલા લીધા હતા. જેના પરિણામે ઓટો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગાડી ઝડપથી દોડી રહી છે.

અલબત આવા સંજોગોમાં સ્થાનિક કક્ષાએ વધી રહેલા સ્ટીલના ભાવ પણ ચિંતાનો વિષય બની ચૂક્યા છે.

અત્યાર સુધીમાં દેશમાં અર્થતંત્રનો વિકાસ થયો હોવાના આંકડા એકેડેમી એનાલિસ્ટ દ્વારા જાહેર કરવામાં આવતા હતા અલબત્ત ભારતીય અર્થતંત્ર વી શેપ માં ફરીથી ઊંચકાયું હોવાનું સ્ટીલના આંકડા પરથી ફલિત થાય છે એક ટન સ્ટીલનો ભાવ રૂપિયા ૧૦૦૦ છે.

તહેવારોની સિઝનમાં ઓટો સેક્ટરનો વિકાસ ઝડપથી થયો હતો. ઊંચી ગુણવત્તાના સ્ટીલની માંગ વધી હતી. ઉપરાંત રોડ રસ્તા, બંદરો અને રેલવે માટે પણ સ્ટીલ વધુ વપરાય રહ્યું છે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી વિકાસ પામ્યું છે.  બીજી તરફ તેલના વધતા ભાવને કાબુમાં લેવા માટે કાચા લોખંડ અને ભંગારની એક્સપોર્ટ ઉપર લગામ લગાવવાની વિચારણા ચાલી રહી છે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ બાબત માટે સંકેતો આપ્યા હતા.

વર્તમાન સમયે દેશમાં ૨૫૦ મિલિયન કાચા લોખંડનુ ઉત્પાદન થાય છે ઘર આંગણે માંગ ૧૮૦ મિલિયન ટનની છે પરંતુ બહાર એક્સપોર્ટ થતુ હોવાના કારણે તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે તેલમાં કાચા માલ તરીકે લોખંડનો ઉપયોગ પણ થતો જોવા મળે છે આવી સ્થિતિમાં એક્સપોર્ટ ઉપર લગામ લગાવાશે તેવી સ્થિતિ છે.

સ્ટીલના સળિયાના ભાવમાં કમરતોડ વધારો

બાંધકામ સેક્ટરમાં પણ સ્ટીલનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે આવી સ્થિતિમાં બાંધકામમાં વપરાતા સ્ટીલના સળિયાના ભાવ પણ આસમાને પહોંચી ગયા છે. છેલ્લા બે મહિનામાં સ્ટીલના સળિયાના ભાવ રૂ. ૫૦ સુધી પહોંચી ગયા છે. બે મહિનામાં રૂ. ૧૧નો કમરતોડ વધારો થયો છે જેના પરિણામે વેપારીઓ અને બિલ્ડરોને તકલીફ પડી રહી છે, બજેટ બગડ્યા છે.

Loading...