ભુજમાં મકાનના વરંડામાંથી ચોરાઉ ઇલે. વાયરનો જથ્થો મળ્યો: એકની ધરપકડ

શહેર બી ડીવીઝન પોલીસ ટુકડીએ એક મકાનના વરંડામાંથી ચોરાઉ ઇલે. વાયરનો જથ્થો પકડી પાડી એક શખ્સની ધરપકડ કરી હતી.

શહેર બી ડીવીઝન પોલીસ મથકના પી.આઇ. એસ.બી. વસાવાના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીગમાં હતા ત્યારે પો. હેડ કોન્સ. નરેન્દ્ર આર. ધરડાને બાતમી મળી હતી કે જયસુખભાઇ ધુલાભાઇ વાઘેલા (ઉ.વ.૨૬) રહે. ભુજીયા રીંગ રોડ તળેટી, રામનગરીને રહેણાક મકાનમાં વરંડામાં પડેલ મહિન્દ્રા જીતો દોસ્ત છકડા વાહનમાં શંકાસ્પદ એલ્યુમીનીયર, વાયરના ગુચળાઓનો જથ્થો છે આ જથ્થા ચોરી કે છળકપટથી મેળવીને ગાડીમાં રાખ્યો છે. આ બાતમીના આધારે દરોડો પાડતા જયસુભાઇ વાઘેલા (ઉ.વ.ર૬) હાલ રહે. ભુજીયા તળેટી, રામનગરી ભુજ મુળ રહે. દુધાળા તા. મહુવા મળી આવ્યો હતો. તેના રહેણાંક મકાનાા વરંડામાંથી મહિન્દ્રા જીતો છકઠલ વાહન જેની અંદર આધાર પુરાવા વગરના એલ્યુમીનીમના લાઇટના થાંભલાના વાયરના ગુચળા નાના મોટા નઁગ  ૪ કિ.લો. ૩૦૦ કિ. રૂા ૨૧,૦૦૦ તથા મહિન્દ્રા જીતો છકડા વાહનની કિ. રૂા. ૧ લાખ મળી કુલ મુદામાલ રૂા. ૧.૨૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. આરોપીની સી.આરી પી.સી. કલમ ૪૧ (૧) (ડી) તળે અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઇ. એસ.બી. વસાવા તથા પો.હેડ કોન્સ નરેન્દ્ર આર. ધરડા વગેરે જોડાયા હતા.

Loading...