ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.9થી ધો.12ની એકમ કસોટીના પ્રશ્નપત્રોની PDF ઓનલાઈન મૂકવામાં આવી છે.
રાજ્યની નોંધાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 9થી ધોરણ 12ની 29 જુલાઈ 2020 અને 30 જુલાઈ 2020ના રોજ યોજાનારી એકમ કસોટીના પ્રશ્નપત્રો PDF સ્વરૂપે બોર્ડની વેબસાઈટ www.gseb.org પર મુકવામાં આવ્યા છે.
એકમ કસોટીનો હેતુ વિદ્યાર્થીની ઓનલાઈન અધ્યયન-પ્રક્રિયાના મૂલ્યાંકનનો હોવાથી સ્વયંશિસ્ત પૂર્વક વાલીની દેખરેખ હેઠળ ઘરેથી જ આ પ્રશ્નપત્રોના ઉત્તરો પોતાની અનુકૂળતાએ લખીને 10 ઓગસ્ટ 2020 સુધીમાં વિદ્યાર્થીઓએ સોફ્ટ કે હાર્ડ કોપીમાં શાળામાં પહોંચાડવાના રહેશે.
આ પ્રક્રિયા અને આયોજન દરમિયાન સંબંધિત સર્વેએ કોવિડ 19 સંદર્ભે આરોગ્ય વિભાગની સૂચનાઓનું પાલન કરવું પડશે.
Related posts:
- ચૌધરી હાઈસ્કૂલમાંથી સૌરાષ્ટ્રમાં મોકલાશે બોર્ડની પરીક્ષાના પેપર: કરણસિંહજીમાં કંટ્રોલરૂમ બોર્ડની પરીક્ષા દરમિયાન રાજકોટથી આખા સૌરાષ્ટ્રમાં પ્રશ્ર્નપત્રો મોકલવાનું આયોજન: ધો.૧૦ના બે ઝોન બાઈસાહેબા ગર્લ્સ હાઈસ્કૂલ અને બે ઝોન...
- બોર્ડની પરીક્ષામાં ચોરી અટકાવવા CCTV અને ટેબલેટથી રખાશે બાજ નજર ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષામાં ચોરીનું દુષણ અટકાવવા શિક્ષણ બોર્ડનો એકશન પ્લાન જાહેર: પરીક્ષા કેન્દ્રો પર હાઈટેક સીસીટીવી કેમેરા...
- CBSE ધો.૧૦માં ૬ વિષય ભણવા ફરજિયાત અત્યાર સુધી ૫ વિષય ફરજિયાત ભણાવવાના હતા પરંતુ હવે વોકેશનલ વિષયનો ઉમેરો કરાશે. સીબીએસઈની મૂલ્યાંકન પદ્ધતિમાં સુધારા અંતર્ગત...