Abtak Media Google News

રેસકોર્સ, લાખાજીરાજ રોડ, તાલુકા શાળા રોડ સહિતના વિસ્તારોમાં જાહેર શૌચાલયમાં સરપ્રાઈઝ ચેકિંગ: સદરનો વોંકળો સાફ કરવા સુચના અપાઈ

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે સતા‚ઢ થયાના પ્રથમ દિવસથી જ ઉદયભાઈ કાનગડ પ્રજાના પ્રશ્નો હલ કરવા માટે કામે લાગી ગયા છે. આજે સ્ટેન્ડિંગ ચેરમેન, સેનીટેશન કમિટીના ચેરમેન અશ્વીનભાઈ ભોરણીયા અને પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારને સાથે રાખી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જાહેર સુલભ શૌચાલયમાં ચેકિંગ હાથ ધર્યું હતું. અહીં મહિલાઓ અને વૃદ્ધો પાસેથી નિયમ વિરુઘ્ધ યુરીનલનો ચાર્જ વસુલ કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા ચેરમેને તાત્કાલિક ઉઘરાણા બંધ કરી દેવા કડક તાકીદ કરી હતી. જરૂર પડયે સંચાલકોને નોટિસ ફટકારી અથવા બ્લેક લીસ્ટ કરવાની પણ તાકીદ કરી હતી.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે આજે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં જેવા કે રેસકોર્સ ફનવર્લ્ડની બાજુમાં આવેલ સુલભ શૌચાલય, સદરમાં તાલુકા શાળા પાસે આવેલ સુલભ શૌચાલય, લાખાજીરાજરોડ પર હિંદી ભવન પાસે આવેલા શૌચાલયની મુલાકાત લીધી હતી અહીં સફાઈ બરોબર થતી ન હોય તાત્કાલિક સફાઈ કરવા તાકીદ કરી હતી.

હંગામી બસસ્ટેન્ડમાં આવેલા સુલભ શૌચાલયના સંચાલક દ્વારા નિયમ વિરૂઘ્ધ મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગો અને બાળકો પાસેથી યુરીનલ માટે રૂ.૨નો ચાર્જ વસુલ કરવામાં આવતો હોવાની ફરિયાદ મળતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે આ અંગે તાત્કાલિક પર્યાવરણ ઈજનેર નિલેશ પરમારને ટેલીફોન પર તાકીદ કરી હતી અને તાત્કાલિક અસરથી ઉઘરાણા બંધ કરી દેવા સુચના આપી હતી.

જરૂર પડયે સુલભ સંચાલકોને નોટિસ ફટકારવા કે છુટા કરી દેવા સુધીના પગલા લેવા પણ જણાવ્યું હતું. સદરના વોંકળાની તાત્કાલિક સફાઈ હાથ ધરવા પણ સુચના આપી દેવામાં આવી હતી. અહીં પાણી નિકાલ માટે દિવાલ તોડવાનું પણ જણાવ્યું હતું. જયારે લાખાજીરાજ રોડ પર હિંદી ભવન પાસે આવેલા પબ્લીક યુરીનલનું જરૂરી રીનોવેશન કરવાની કાર્યવાહી હાથ ધરવા સંબંધિત અધિકારીને તાકીદ કરાઈ છે.

ધડાધડ ફરિયાદોનો નિકાલ કરતા ઉદય કાનગડ: અધિકારીઓ દોડતા થયા

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે સતા‚ઢ થયાના ગણતરીની જ કલાકોમાં ઉદયભાઈ કાનગડ ઓન એકશન થઈ ગયા છે. લોકોની ફરિયાદોનો ધડાધડ નિકાલ કરવા માંડયા છે. ટેલીફોન પર કે ‚બ‚ જો કોઈ ફરિયાદ આવે તો તેની ગણતરીની કલાકોમાં જ નિકાલ કરી દેવામાં આવે છે. અત્યાર સુધી જે અધિકારીઓ ફોન ઉપાડવાની તસ્દી પણ ન લેતા હતા તેઓ હવે રીતસર પ્રજાના કામ માટે દોડવા લાગ્યા છે. કોઈપણ ફરિયાદ અંગે પોતાના દરવાજા ૨૪ કલાક ખુલ્લા હોવાનું ચેરમેને જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.