Abtak Media Google News

ગ્રામ્ય વિસ્તારોમાં ફુગાવાને સંતુલિત રાખવાથી ખેડૂતોની ખરીદ શક્તિ વધવાી અર્થતંત્ર વેગવંતુ બનશે તેવી આર્થિક નિષ્ણાંતોને અપેક્ષા

ભારત કૃષિ પ્રધાન દેશ છે અને અર્થતંત્રનો આધાર ગામડાઓની સુખાકારી છે. તે વાત વર્ષોથી ચર્ચાઈ રહી છે. પરંતુ અર્થશાસ્ત્રીઓને હવે છેક સમજાયું કે, દેશના અર્થતંત્રનો સાચો આધાર ગામડાઓ છે. ગામડાઓમાં આર્થિક સમૃધ્ધિ આવશે તો દેશનું અર્થતંત્ર આપો આપ વિકાસ પામશે. આ બાબતને ધ્યાને રાખી સરકારે પણ ગ્રામ્ય વિસ્તારના લોકોની ખરીદ શક્તિ વધે તે માટેના કાર્યો શરૂ કર્યા છે.

વર્તમાન સમયે ગ્રામ્ય વિસ્તારોમાં બે તૃતિયાંસ વસ્તી ખેતી ઉપર નભે છે. ખેતીના કારણે દેશમાં દર વર્ષે ૨.૮ ટ્રીલીયન ડોલરની આવક થાય છે. આ આવક સતત વધતી રહે તેવા હેતુી કેન્દ્ર સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. દરમિયાન થોડા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં વધી રહેલા ઈન્ફલેશન (ફૂગાવા)ના કારણે અર્થતંત્ર મજબૂત બનશે તેવી આશા અર્થશાસ્ત્રીઓ સેવવા લાગ્યા છે. એક રીતે અર્થશાસ્ત્રીઓને હવે રહી-રહીને સમજાયું છે કે, સાચુ ભારત ગામડાઓમાં વસે છે.

કેન્દ્ર સરકારે થોડા વર્ષોથી લીધેલા પગલાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો પાસે ખરીદ શક્તિ વધવા પામી છે. પરિણામે આગામી થોડા મહિનામાં ખરીદદારી શરૂ થશે અને બજારમાં નાણાકીય તરલતા આવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે. જાન્યુઆરી મહિનામાં ગ્રામ્ય ફૂગાવો ૭.૭૩ ટકા હતો. વર્ષ  ૨૦૧૮ના જૂન મહિના બાદ ગ્રામ્ય વિસ્તારમાં પ્રથમ વખત ફૂગાવો ૭.૩૯ ટકાથી વધવા પામ્યો હતો. એક રીતે ફૂગાવાના કારણે સામાન્ય લોકો પર આર્થિક ભારણ પડે તેવું માનવામાં આવે છે. જો કે, વિકાસશીલ રાષ્ટ્રમાં ફૂગાવો પણ સંતુલીત પ્રમાણમાં રહે તે જરૂરી છે. માટે   વર્તમાન સમયે ગ્રામ્ય વિસ્તારોમાં વધેલો ફૂગાવો ર્અશાીઓ માટે આશાવાદનું કારણ બન્યો છે.

છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય ફૂગાવો સતત નીચે સ્તરે જઈ રહ્યો છે. જેની પાછળ યોગ્ય ઈન્ફાસ્ટ્રકચરનો અભાવ કારણભૂત હતો. સ્ટોરેજ અને ટ્રાન્સપોર્ટની સુવિધા ન હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી ઉત્પાદનો યોગ્ય પ્રમાણમાં શહેરી વિસ્તારો સુધી પહોંચી શકતા ન હતા. પરિણામે  ખેડૂતોની ખરીદ શક્તિ ઓછી હતી. જો કે, હવે સમયાંતરે સ્થિતિ બદલાઈ છે. ઈન્ફાસ્ટ્રકચરનો વિકાસ થયો છે. ખેડૂતોને મીનીમમ લઘુતમ ટેકાના ભાવના કારણે ઉત્પાદનમાં યોગ્ય દર મળવા લાગ્યા છે. લઘુતમ ટેકાના ભાવ થકી ખેડૂતો સમૃધ્ધ થશે તેવી આશા સરકાર માટે મહદઅંશે યોગ્ય ઠરી રહી છે.

ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક સધ્ધરતા લાવવા માટે કેન્દ્ર સરકારે તાજેતરના બજેટમાં પણ ખાસ જોગવાઈ કરી હતી. કેન્દ્ર સરકારે ખેત પેદાશો પાછળ ફાળવાતા ભંડોળમાં ૫.૬ ટકાનો તોતીંગ વધારો કરવાનો નિર્ણય લીધો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ઈન્ફલેશન ઈકોનોમીને સકારાત્મક બળ આપશે. ગ્રામ્ય વિસ્તારમાં ખરીદ શક્તિ વધારીને આર્થિક વિકાસ તેજ બનાવવામાં મદદ મળશે તેવું આર્થિક નિષ્ણાંતોનું માનવું છે.

7537D2F3 11

મે મહીના બાદ ગામડાઓમાંથી બજારમાં નાણાં ઠલવાશે

ગામડાની ઈકોનોમી મોટાભાગે ખેડૂતો ઉપર નિર્ભર રહે છે. આવી સ્થિતિમાં ખેડૂતો પાસે પોતાના ઉત્પાદનોના નાણા મે મહિનાની આસપાસ આવતા હોય છે. ત્યારબાદ ખેડૂતો પોતાની જરૂરીયાત મુજબ ખર્ચ કરે છે. મોટાભાગે ખેડૂતો પાસેથી બજારમાં નાણા મે મહિના બાદ ઠલવાતા હોય

તેવું જોવા મળે છે. મે મહિના બાદ બજારમાં તરલતા વધે છે. બજારો ધમધમે છે, વેપારીઓ પાસે નાણા પહોંચે છે. એપ્રિલ અને મે મહિનો ખેડૂતોની આવક માટે મહત્વનો માનવામાં આવે છે. ત્યારબાદ વિવિધ પ્રસંગોપાત

નાણા બજારમાં ઠલવાય છે. એકંદરે ગ્રામ્ય કક્ષાએથી જ લોકોને આર્થિક સધ્ધર બનાવવામાં આવે તો અર્થતંત્રને લાંબા સમય માટે મજબૂત રાખી શકાય છે તેવું માનવું અયોગ્ય નથી.

સમતુલીત ફૂગાવો ફાયદાકારક

રોકાણકારો માટે મોટાભાગે ફૂગાવો શબ્દ નકારાત્મક ભાવમાં જોતા હોય છે. જો કે, વિકસીત દેશ માટે એક સપાટી સુધીનો ફૂગાવો જરૂરી હોય છે. ઝિમ્બાબ્વે  જેવા દેશમાં ફૂગાવો હદ બહાર નીકળી જાય તો ભયંકર હાની સર્જી શકે છે. પરંતુ ભારત જેવા દેશમાં ફૂગાવો એક સ્તર પર સંતુલીત રાખવામાં આવે તો લાંબાગાળાના સકારાત્મક પરિણામો આવી શકે છે. ફૂગાવાના કારણે બજાર કેટલી પ્રતિકુળ છે તેનો અંદાજ આંકી શકાય છે. મોટાભાગે અર્થશાસ્ત્રીઓ ફૂગાવો સંતુલીત રહે તે માટેનો મત વ્યકત કરતા હોય છે. ફૂગાવાનું સ્તર જળવાઈ રહે તો તમામ ક્ષેત્રના રોકાણકારોને યોગ્ય વળતર મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.