સ્ટેચ્યું ઓફ યુનિટી …શા માટે બન્યું ચર્ચાનો વિષય…?

76

31 ઓક્ટોબર એટલે આઝાદી બાદ દેશને એક તાંતણે બાંધનાર એકતાના પ્રતિક સમાન  સરદાર વલ્લભભાઇ પટેલની 143મી જન્મ જયંતિ. આ શુભ પ્રાસંગે તેમણે શ્રદ્ધાંજલી રૂપે એક અતુલ્ય ભેટ પણ અર્પણ કરવામાં આવી છે જેનો ડંકો વિશ્વ આખામાં વાગી ચૂંકયો છે. તમને આટલું વાંચ્યા પછી એવો તો જારૂરથી વિચાર આવ્યો હશે કે જન્મદિવસ તો ગયો હવે શુકમ એની વાત કરે છે… પરંતુ વર્તમાન સામયનો રાજનૈતિક માહોલ જોઈને આ વિચાર આવ્યો તો તેને શબ્દોના રંગમાં રગવાનુ મન થયી આવ્યું…

સરદાર પટેલને ભવ્યાતિભવ્ય અંજલી આપવા માટે એક સામના ગુજરાતનાં મુખ્યમંત્રી અને વર્તમાન સમયના દેશના વડાપ્રધાન એવા નારેન્દ્ર મોદીના હસ્તે સ્ટેચ્યું ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું જેને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે સ્થાન મેળવ્યું છે. આ બાબત ભારતને વિશ્વ સ્તરે એક કદમ આગળ મૂકે છે. વસ્તી વધારામાં ભારત વિશ્વના બીજા ક્રમે આવે તો લોખંડી પુરુષની આ પ્રતિમા ભારતને પ્રથમ ક્રમનું સ્થાન આપે છે.

હાલ … સ્ટેચ્યું ઓફ યુનિટી દરેક લોકો માટે એક ચર્ચાનો વિષય બન્યું છે જેમાં આમ જનતા માટે એક કુતૂહલનો વિષય હોવાની સાથે સાથે દિવાળીના વેકેશનમાં ફારવા લાયક અને જોવા લાયક સ્થળ તરીકે પણ પસંદ આવે તેવા સ્થળ તરીકે પણ લોકોના વિચારનો વિષય બની છે.

વાત કરીએ સારદાર પટેલની તો એને આઝાદી બાદ ભારત પાકિસ્તાસ્ન ભાગલા સમયે રજવાડાઓને પાકિસ્તાન તરફ વળતાં અટકાવી ભારતને એક અખંડ રાષ્ટ્ર બનાવ્યું હતું. અને એટલે જ સરદાર પટેલ કોઈ એક કોમ્યુનિટિનાં નેતા ન રહેતા સમગ્ર દેશના લોકપ્રિય નેતા બન્યા છે. તેવા સમયે જો સરદાર પટેલ ગ્રૂપ તેના જ જન્મદિવસે અનામત આપવા જેવી બાબતોને જ વળગી રહે તે કેટલું યોગ્ય છે? આ ઉપરાંત શહેરમાં રન ફોર યુનિટીમાં જેટલા નેતાઓ અને આમજનતાએ સાથ આપ્યો હતો તેનાથી વધુ તો સરદાર પટેલ ગ્રૂપની રેલીમાં જનસંખ્યા જોવા મળી હતી જ્યાં ખુલ્લી રાજ રમત દર્શાય છે. જે વ્યક્તિ દેશના ખેડૂતો માટે અંગ્રેજી હૂકુમત સામે લડી ગયો અને લોખંડી પુરુષ તરીકે લોકલાડીલો બન્યો અને દેશને અખંડ ભારત બનાવવામાં એક મહત્વની ભૂમિકા ભજવી ગયો એ વ્યક્તિ કોઈ એકનો જ નથી સાબિત કરી ગયો હોવા છતાં એવા એક યુગ પુરુષના નામે બહુ મોટી રાજનીતિ રમાઈ રહી છે.

એક બાજુ સરદાર પટેલની યાદમાં રન ફોર યુનિટી, રાઇટ ફોર યુનિટી અને સ્ટેચ્યું ઓફ યુનિટી જેવા કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. તેવા સમયે જ્યારે વિશ્વસ્તરીય ખ્યાતિ પામી રહેલા ભારતને વિરોધ પક્ષના આક્ષેપોનો પણ સામનો કરવાનો વારો આવ્યો છે. જ્યાં એક તરફ ટુરિઝમ બિઝનેસને પ્રગતિના પંથે લઈ જવામાં આવી રહ્યો છે તો બીજી તરફ સરકારના આ પગલાને પણ વેસ્ટ ઓફ માની જ ગણાવ્યું છે.  તો આ રીતે જ હાર્દિક ભાઇ પણ વહેતી ગંગામાં હાથ ધોવાનું ચૂંકયા નથી. સરદારની વાત કરવા કરતાં સરકારનું ખાઈ સ્ટેચ્યું ઓફ યુનિટી હોય તેમ તેને સ્ટેચ્યુને બિરદાવવા કરતાં તેને વખળ્યું હતું.

Loading...