Abtak Media Google News

આંકડાશાસ્ત્ર ભવન અને સીસીડીસી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સંયુકત ઉપક્રમે યુ.જી.સી. ૧૨મી યોજના અંતર્ગત એકસ્ટ્રા ૫૦ કલાકનાં તાલીમ વર્ગોનું આયોજન આંકડાશાસ્ત્રનાં તજજ્ઞો મારફત કરવામાં આવેલ છે. આ ૫૦ કલાકની તાલીમમાં સ્ટેટેસ્ટીકસ વિષય અને આનુસંગીક સંશોધનમાં ઉપયોગી કોમ્પ્યુટરની લેટેસ્ટ ભાષાઓનો સમાવેશ કરી ડેટા વિઝયુલાઈઝેશન વીથ પાયથોન, ડેટા એનાલીસ વીથ સાસ, એપ્લાઈડ ડેટા સાયન્સ વીથ આર, પ્રેડીકટીવ મોડેલીંગ વિષયો ઉપર આંકડાશાસ્ત્રનાં તજજ્ઞો સર્વ ફેનલ કચ્છી, દિશા રાંક, પરાગ શુકલા અને વિવેક પાટડીયા મારફત અનુક્રમે પ્રાયોગીક તાલીમ આપવામાં આવવાની છે.

આ રેમેડીયલ કોચીંગનાં ઉદઘાટન સત્રમાં યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.નિતીનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણી, સિન્ડીકેટ સદસ્ય પ્રો.ગીરીશભાઈ ભીમાણી, સિન્ડીકેટ સદસ્ય ડો. ધરમભાઈ કાંબલીયા, ભવનનાં અધ્યક્ષ પ્રો. કિશોરભાઈ આટકોટીયા, સીસીડીસીનાં સંયોજક પ્રો. નિકેશભાઈ શાહ વગેરે ઉપસ્થિત રહી ભાગ લેનાર છાત્રોને માર્ગદર્શીત કરેલ હતા. યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો. નિતીનભાઈ પેથાણી રેમેડીયલ કોચીંગ પ્રવૃતિને આવકારી આંકડાશાસ્ત્ર ભવનને તથા સીસીડીસીને અભિનંદન પાઠવેલ તથા ઉપકુલપતિ ડો.વિજયભાઈ દેસાણીએ છાત્રોને ભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત એલ્યુમીનીનો મહતમ લાભ જ્ઞાન લેવા અનુરોધ કરેલ હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.