અર્થતંત્રને ધબકતું કરવા લોકડાઉન-૪માં રેડ ઝોન સિવાયના વિસ્તારોમાં વધુ ‘છુટછાટ’ની રાજયોની માંગ

કોરોનાને ફેલાતો અટકાવવા લોકડાઉન-૪ જરૂરી હોવા સાથે અર્થતંત્રને ધબકતું કરવા આર્થિક પ્રવૃતિઓ શરૂ  કરવાની રાજયોની હિમાયત

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના સંક્રમણથી દેશની ૧૩૦ કરોડની જનતાને બચાવવા માટે ભારતમાં રર માર્ચના જનતા કફર્યુ બાદ શરૂ થયેલા લોકડાઉનના ત્રણ તબકકાઓ આવતીકાલે પૂર્ણ થનારા છે. સોમવારથી શરૂ થનારા ચોથા તબકકાના લોકડાઉનમાં અર્થતંત્રને ધબકતું કરવા સરકારે સહન રીતે ઘણી છુટછાટો આપવાનું નકકી કર્યુ છે. ચોથા તબકકાનો લોકડાઉનમાં દેશના વિવિધ રાજયોને પોતાની રીતે વિવિધ છુટછાટની વ્યવસ્થા ગોઠવવાની હિમાયત કરી છે. જેમાં ઓરેન્જ અને ગ્રીન ઝોન માટે જાહેર પરિવહનમાં મેટ્રો સેવા વિમાન સેવા, ધંધા રોજગારની શરૂઆત સહિતની વિવિધ છુટછાટો આપવાની દરખાસ્ત વિવિધ રાજયો દ્વારા વડાપ્રધાન કાર્યાલયને મોકલી દેવામાં આવી છે.

કેન્દ્ર સરકારે તબકકાવાર લોકડાઉન પૂર્ણ કરવાની માર્ગદર્શિકા તૈયાર કરી છે અને ટુંક સમયમાં જ વિવિધ રાજય સરકાર દ્વારા મળેલા સુચનો સાથેની આ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે વડાપ્રધાને વિવિધ રાજયના મુખ્યમંત્રીઓ સાથે ૬ કલાક લાંબી વિડીયો કોન્ફરન્સ થી મસલત કરીને ચોથા તબકકાના લોકડાઉન અગાઉના ત્રણ લોકડાઉન કરતાં વધુ છુટછાટ અપાશે તેનો નિર્દેશ આપ્યો હતો. રપમી માર્ચથી શરુ થયેલો લોકડાઉનનો ત્રીજા તબકકા આવતીકાલે પૂર્ણ થશે સતત વધતા નવા કેસોને લઇને લોકડાઉન વધારવાની સરકારને ફરજ પડી છે ત્યારે છુટછાટ સાથે ધંધા રોજગાર પણ શરૂ કરવામાં આવશે.

ભારતમાં છેલ્લા ર૪ કલાકમાં નવા ૩૯૭૬ સંક્રમિત કેસો અને ૧૦૦ મૃત્યુ સાથે દેશના કુલ કેસોનો આંકડો ૮૧૯૭૦ અને ૨૬૪૯ નોંધાયા હતા. વડાપ્રધાન સાથેની વી.સી. માં વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓ જે સુચનો કર્યા છે તેને જોઇએ તો આંધ્રપ્રદેશ, કેરલ, કર્ણાટક, ગુજરાત અને દેશની રાજયોની નવી દિલ્હી એ લોકડાઉનના પગલે લાંબા સમયથી બંધ સમયથી બંધ રહેલી આર્થિક પ્રવૃતિઓ અને સામાજીક વ્યવસ્થા નવા લોકડાઉનમાં મોટા પ્રમાણમાં ખોલવાની હિમાયત  કરી છે. આંધ્રપ્રદેશે બિન સંક્રમિત વિસ્તારના તમામ ધંધા રોજગાર અને જાહેર સુવિધાઓ શરુ કરવાની દરખાસ્ત કરી છે. હાલ દક્ષિણના રાજયોમાં કોરોનાના ૨૧૩૭ કેસો અને ૧૧૪રર લોકોને કવોરન્ટાઇન કરયા હોવાનું ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવાયુઁ છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે સોશ્યલ મિડિયાના માઘ્યમથી પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે દિલ્હીમાં કેટલીક રોજગાર પ્રવૃતિઓ શરુ કરવામાં આવી છે. કોરોના સંક્રમિત સિવાયના વિસ્તારોમાં ધંધા રોજગાર બહાર કરવામાં આવશે તેમણે ટેક્ષી સેવા પુન: બહાલ કરવાના નિદેશની સાથે સાથે રેડઝોન વિસ્તારોમાં પ્રતિબંધ અને વધુ ઘ્યાન આપવા અને જયાં વધુ પ્રમાણમાં કેસ છે તેવા વિસ્તારોને અલગથી ખાસ દેખરેખમાં રાખવાનો નિર્દેશ કર્યો છે.

કેરલ કે જે રાજય પ્રવાસન ઉઘોગ મારફત સૌથી વધુ મહેસુલી આવક મેળવે છે ત્યાં મેટ્રો સર્વિસ, સ્થાનીક રેલ સેવા, ઘરેલું વિમાન સેવા રેસ્ટોરન્ટ અને હોટલો ખુલવાનું વિચારાય રહ્યું છે. કેરલમાં દેશના પ્રથમ ત્રણ કોરોના કેસ નોંધાયા બાદ રાજયોએ સંક્રમણ અને મૃત્યુદર કાબુમાં રાખવા ખુબ જ સારી કામગીરીનો દાખલો બેસાડયો છે. રાજયમાં કુલ ૫૬૦ સંક્રમિત દર્દીઓ નોંધાયા હતો. જેમાં થી ૫૦૦ સઁપૂર્ણ સાંજા થઇ જવા પામ્યા છે. અને માત્ર ૪ જ મૃત્યુ નોંધાયા છે. રાજયની આ સારી પરિસ્થિતિ ને લઇને વધારે છુટછાટ અપાશે તેમ મનાય છે.

કર્ણાટક પણ આ મહામારીમાં ખુબ જ સારી વ્યવસ્થા કરનાર રાજય બન્યું છે. કર્ણાટક સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ રાજયમાં રેસ્ટોરન્ટ, હોટલ, જીમ અને મહિનાઓથી બંધ જાહેર સુવિધા શરુ કરવાની હિમાયત કરીછે. રાજયમાં સોશ્યલ ડિસ્ટન્સ અને પરિક્ષણની કામગીરી સંતોષજનક રહેવા પામી છે. ગૃહ મંત્રાલયના આંકડા મુજક કર્ટાટકમાં અત્યાર સુધી ૯૫૯ સંક્રમિત દર્દીઓ અને ૧૫૦૮ આઇસોલેશન દર્દીઓ ધરાવતા રાજયમાં હવે ૧૭મી મે થી પબ, દારૂના બાર, અને દારૂનું વેચાણ શરુ કરવાનો નિર્ણય લેવાયો છે.

તમિલનાડુએ પણ સંક્રમિત વિસ્તારો સિવાયના વિસ્તારોમાં ધંધા રોજગાર શરુ કરવાની પરવાનગી માંગી છે છેલ્લા કેટલાક દિવસોમાં કોવિડ-૧૯ ના દર્દીઓની સંખ્યા વધી જવા પામી હતી. રાજયની રાજધાની ચેન્નાઇની શાક માર્કેટમાંથી ૨૬૦૦ લોકોને સંક્રમણ થયું હોવાનું બહાર આવ્યું હતુ. તેમ છતાં તંત્ર સંક્રમિત વિસ્તારોને શોધીને સારી વ્યવસ્થા ગોઠવી હોવાનો દાવો કર્યો હતો. રાજયમાં ૪૬૩૩ લોકોને કોરોનાટાઇન કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ વચ્ચે સોમવારથી લોકડાઉનમાં રાહત આપી દુકાનો અને ખાનગી વ્યાપાર ઉઘોગની કામના કલાકો વધારવાની તજવીજ હાથ ધરી છે.

કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં અર્થવ્યવસ્થા અને ધંધા રોજગાર શરુ કરવાની હિમાયત કરવામાં આવી છે. રાજયમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ૩૦૦૦૦ અને ૧૦૦૦ મૃત્યુ નોંધાયા છે. રાજય સરકાર આજે લોકડાઉનના પ્રતિબંધોમાં વધુ લંબાવવાની જાહેરાત કરશે. મુંબઇ અને તેના વિવિધ વિસ્તારોમાં ૧૬૦૦૦ થી વધુ કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રના સત્તાધારી પણે રાજયમાં સાવચેતીના પગલાંનો નિદેશ કર્યો છે. રાજયમાં સંક્રમિત વિસ્તારોમાં સૌથી વધુ ૧ર૮૯ કેસ નોંધાયા છે સરકારે વધુ રોગચાળાના ભયને પગલે ત્રણ લાખ લોકોને કોરોનટાઇન કર્યા છે અને સંક્રમણના ભયને પગલે આરોગ્ય સુવિધા અને આંતર માળખાકિય સુવિધાને વધુ સુદ્રઢ બનાવવાની કવાયતને હાથ ધરી છે.

બિહાર, ઝારખંડે અને ઓરિસ્સા અન્ય રાજયો કરતાં અલગ દિશામાં આગળ વધી રહ્યા છે આ રાજયોએ પ્રતિબંધોને વધુ આકરા બનાવીને લોકડાઉન લંબાવવાની માંગ કરી છે આ રાજયમાં સ્થાનાતરીતોના આગમનના પગલે પરિસ્થિતિ ચિતાજનક છે બિહારના મુખ્યમંત્રી નિતિશકુમારે બિહારમાં ૩૧મી મે સુધી લોકડાઉન લંબાયેલું રહેશે ની જાહેરાત કરીને લોકડાઉનમાં રાહત અને તેના પગલાઓનો નિર્ણય જીલ્લા પ્રશાસન ઉપર છોડી દીધો છે. બિહારમાં ૯૯૪ કેસ સાત મૃત્યુ ઝારખંડમા ૧૯૭ કેસ ૩ મૃત્યુ અને ઓરિસ્સામાં ૯૧૧ કેસ અને ૩ મૃત્યુ નોંધાયા છે.

ઉત્તરપ્રદેશ કેન્દ્ર સરકાર માટે મોટા પડકાર બની રહ્યો છે સૌથી વધુ વસ્તુ ધરાવતા રાજયમાં ૩૯૦૨ પોઝિટીવ કેસ અને અત્યાર સુધી ૮૮ મૃત્યુ નિપજી ચુકયા છે. યોગી સરકારે  ર લાખ લોકોને કવોરન્ટાઇન કર્યા છે પંજાબમાાં પણ પરિસ્થિતિ ખરાબ છે ત્યાઁ ૧૯૩૫ કેસ, ૩ર મૃત્યુ અને ૪૦ હજાર ને કવોરન્ટાઇન કરાયેલા છે. પંજાબના મુખ્યમંત્રી અમરીન્દરસિંગે જણાવ્યું હતું કે અમારે ૩૫૩ લોકડાઉન અને લોકડાઉનની મુદતમાં વધારાથી લઇને રાજયમાં જનહિતમાં કફર્યુ ની જરુરીયાત છે અમરીન્દરસિંગે વડાપ્રધાન મોદી સાથેની બેઠક માં પંજાબમાં લોકડાઉનની મુદતમાં વધારો અને કફર્યુની જરુરીયાતની હિમાયત કરી હતી.

આસામના મુખ્યમંત્રી સોનોવાલે લોકડાઉનનમાં વધારો કરવાની હિમાયત કરી હતી તેમને આ અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર પર છોડયો છે. તેમણે જણાવ્યું હતું કે ભારત સરકારે એક નિશ્ર્ચિત રણનીતી અપનાવવી જોશે આ માત્ર એકાદ પગલાનો સવાલ નથી અનેક અને વ્યાપક પગલાઓ લેવાની અત્યારના સમયમા આવશ્કયતા છે.

રાજયના ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં ધંધા-રોજગાર શરૂ કરવા ગુજરાત સરકારની હિમાયત

ગુજરાત રાજયમાં કુલ ૯૫૯૧ સંક્રમીત દર્દીઓ અને ૫૮૭ મૃત્યુ નોંધાયા છે. ત્યારે રાજયમાં તામ વ્યવસાયીક પ્રવૃત્તિઓને શહેરી વિસ્તારમાં પુન:બહાલ કરવા તૈયારી કરી રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત અને વડોદરા જેવા સૌથી વધુ પ્રભાવિત શહેરોમાં રાજયનાં કુલ કેસના ૮૦% દર્દીઓ છે. અમદાવાદમાં જ આ ટકાવારી ૭૦ ટકાએ પહોચી ગઈ છે.કેન્દ્રીય ગૃહમંત્રાલયે પણ ગુજરાતની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યકત કરી છે. રાજયમાં હાલ ૨૦૮૫૩૭ લોકોને કવોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. ગુજરાત સરકારે શહેરી વિસ્તારો અને બીન સંક્રમીત વિસ્તારોમાં ધંધા રોજગાર શરૂ કરવાની હિમાયત કરી છે.

Loading...