Abtak Media Google News

સવારે અશ્ર્વ-શો, મોડેલ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ, હોપ કાર્યક્રમ અને ખીરસરા જીઆઈડીસાના પ્લોટ એલોટમેન્ટનો ડ્રો તેમજ સાંજે એર-શો અને સુચિત સોસાયટીના ધારકોને થતા વિચરતી જાતિના લાભાર્થીઓને સનદ વિતરણનો કાર્યક્રમ

આજથી બે દિવસ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજકોટમાં

પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીના મુખ્ય કાર્યક્રમો આવતીકાલી શરૂ થવા જઈ રહ્યાં છે. જેમાં આવતીકાલે પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતમાં સવારે અશ્ર્વ-શો, મોડેલ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ, હોપ કાર્યક્રમ અને ખીરસરા જીઆઈડીસાના પ્લોટ એલોટમેન્ટનો ડ્રો તેમજ સાંજે એર-શો અને સુચિત સોસાયટીના ધારકોને થતા વિચરતી જાતિના લાભાર્થીઓને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાનાર છે. આ તમામ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે.

સૌપ્રમ આવતીકાલ સવારે પોપટપરા પોલીસ ગ્રાઉન્ડ ખાતે પોલીસ અધિક્ષક, જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા અશ્ર્વ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૦૦થી વધુ અશ્ર્વનો વિવિધ કરતબો જોવા મળવાના છે. આ કાર્યક્રમમાં અંદાજે ૨૦૦૦થી વધુ લોકો ઉપસ્તિ રહેવાના છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૯ થી ૯:૪૫ સુધી હાજરી આપવાના છે. ત્યારબાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે નવનિર્મિત મોડેલ જનસેવા કેન્દ્રનો લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. આ મોડેલ જનસેવા કેન્દ્રને કોર્પોરેટ ટાઈપ બનાવવામાં આવ્યું છે. તમામ અરજદારોને લાઈનમાં ઉભા રહ્યાં વગર ટોકન સીસ્ટમથી તમામ સેવાનો લાભ મળવાનો છે. આ કેન્દ્રનું ૧૦ થી ૧૦:૧૫ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લોકાર્પણ કરવાના છે. ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિ. ખાતે પોલીસ કમિશનર તેમજ સૌ.યુનિ. દ્વારા હોપ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ૧૦:૩૦ થી ૧૧:૧૫ સુધી હાજરી આપવાના છે. આ કાર્યક્રમમાં અંદાજે ૨૦૦૦થી વધુ લોકો ઉપસ્તિ રહેવાના છે.

ત્યારબાદ સાંજના સમયે ન્યુ રેસકોર્સ ખાતે સિવિલ એવીએશન ડિપાર્ટમેન્ટ દ્વારા એર-શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજે ૫૦૦૦થી વધુ લોકો આ કાર્યક્રમને માણવા માટે ઉપસ્તિ રહેવાના છે. એર-શોમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાંજે ૪ થી ૪:૪૫ સુધી હાજરી આપવાના છે. ત્યારબાદ જિલ્લા કલેકટર તંત્ર દ્વારા હેમુગઢવી હોલ ખાતે સુચિત સોસાયટીના ધારકોને સનદ વિતરણ થતા વિચરતી જાતિના લાર્ભાીઓને સનદ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં અંદાજે ૧૫૦૦થી વધુ લાભાર્થી ઉપસ્તિ રહેનાર છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ૫ થી ૫:૪૫ દરમિયાન હાજરી આપવાના છે. આમ પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી આવતીકાલી શરૂ થઈ જશે અને પ્રથમ દિવસે જ ૬ ભવ્ય કાર્યક્રમો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતમાં યોજાવાના છે.

શહેરના ૧૧ ગાર્ડનમાં ૨૬મી સુધી સવારે વાગશે દેશભક્તિના ગીતો પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત આજી શહેરના ૧૧ ગાર્ડનમાં સવારે ૦૬:૦૦ થી ૦૯:૦૦ દેશ ભક્તિ ગીતો સાઉન્ડ સિસ્ટમ દ્વારા વગાડવાનું આયોજન કરાયું છે.  શહેરના જુદા જુદા ૧૧ ગાર્ડન જેમ કે જયુબેલી ગાર્ડન, શારદા બાગ, એસ્ટ્રોન ચોક ગાર્ડન, શેઠ હાઇસ્કુલ સામે ગાર્ડન, સોરઠીયા ચોક ગાર્ડન, બાલમુકુંદ ગાર્ડન, લાલબહાદુર શાસ્ત્રી ગાર્ડન, ભગતસિંહ ગાર્ડન, પારૂલ ગાર્ડન, ચંદ્રશેખર ગાર્ડન અને પ્રદ્યુમન પાર્ક ખાતે સવારે ૦૬:૦૦ થી ૦૯:૦૦ દેશ ભક્તિ ગીતોનું ભવ્ય આઓજન કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય ભાવના પ્રબળ બને તેવા શુભ હેતુથી પ્રજાસતાક પર્વની ઉજવણી સુધી દેશ ભક્તિ ગીતો તમામ ગાર્ડનમાં ચાલુ રાખવામાં આવશે.

આ કાર્યક્રમમાં શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, ડે.કમિશનર નંદાણી, સિંહ, પ્રજાપતિ, એડી. સિટી એન્જીનીયર ડી. યુ. જોષી, આસી. મેનેજર ડી. એમ. ડોડીયા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.