Abtak Media Google News

સિંગદાણા કોમોડિટીમાં ૩૦૪.૧૭ કરોડ રૂપિયાના બોગસ બિલિંગ કરી ૧૫.૨૧ કરોડની વેરાશાખાની ગેરકાયદે તબદીલી કરાઈ: જૂનાગઢના પ્રવિણ ભગવાનજી તન્નાની ધરપકડ

તાજેતરમાં જ જી.એસ.ટી. વિભાગ દ્વારા મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં જી.એસ.ટી. વિભાગ દ્વારા જૂનાગઢ, માણાવદર, કેશોદ, ધોરાજી, માંગરોશ જેવા શહેરોમાં સીંગદાણાના વેપારી સાથે સંકળાયેલી પેઢીઓની ૩૫ જેટલી જગ્યાઓ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જી.એસ.ટી. વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસ દરમિયાન સંજય બાલુભાઈ મશરૂ અને પ્રવિણ ભગવાનજી તન્ના દ્વારા મજુરી કામ તથા સામાન્ય નોકરીઓ કરતા આર્થિક રીતે જરૂરીયાતમંદ વ્યકિતઓનાં દસ્તાવેજી પૂરાવાઓ મેળવી ગુજરાત રાજય તેમજ અન્ય રાજયોમાં જી.એસ.ટી. નોંધણી નંબર મેળવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતુ.

ગુજરાત ખાતે કુલ આઠ જી.એસ.ટી. નોંધણી નંબરો મેળવવામાં આવ્યા હતા ત્યારે આ આઠ ખોટી ઉભી કરાયેલી પેઢીના નામે ઈ-વે બીલ જનરેટ કરી માલ બીજા અન્ય રાજયમાં મોકલવામાં આવતા હતા ખોટી પેઢીઓ બનાવી ૩૦૪ કરોડના બોગસ વ્યવહારો કરવામાં આવ્યા હતા. અને ૧૫.૨૧ કરોડની કર ચોરી કરવામાં આવી હતી. જેમાં જલારામ ટ્રેડીંગ કંપનીના નામે ૧૫.૯૪ કરોડ ભરવામાં પત્ર હતુ જેમાં ૦.૮ કરોડની ચોરી કરવામાં આવી હતી. તેમજ શ્રીનાથજી એન્ટરપ્રાઈઝને ૨૦.૮૯ કરોડ થતા હતા જેમાં ૧.૦૪ કરોડની વેરા ચોરી કરવામાં આવી હતી. મારૂતી ટ્રેડીંગ કંપનીનું ૧૭.૧૪ કરોડ ટેકસેબલ વ્યવહાર થતો હતો જેમાં ૦.૮૬ કરોડની વેરા ચોરી કરવામાં આવી હતી. રઘુવીર ટ્રેડીંગ કંપની દ્વારા ૧૧૩.૬૫ કરોડની કિંમત ચૂકવણી પાત્ર હતી જેમાં ૫.૭૨ કરોડની કરમાં ઘાલમેલ કરવામાં આવી હતી. તીર્થ ટ્રેડીંગ અને રોયલ એન્ટરપ્રાઈઝને ૧૩.૨૯ અને ૭૧.૦૫ કરોડની કર ચૂકવણી કાયદેસર કરવાની હતી જેમાં તેણે ૦.૬૪ અને ૩.૫૫ કરોડની વેરા ચોરી કરવામાં આવેલ છે. દૂરગા ટ્રેડિંગ કંપની અને કૃષ્ણ ટ્રેડિંગ કંપનીને ૩૨.૦૨ અને ૨૦.૦૯ કરોડની વેરા ચૂકવણી કાયદેસર કરવાની હતી જેમાં તેમણે ૧.૬ કરોડ અને ૧ કરોડ રૂપીયા સરકારના ખોટા કર્યા છે.

આઠ પેડી ખોટા નામે ચલાવવામાં આવતી હોવાના ગુનામાં મલ અને સેવાકર અધિનિયમની જોગવાઈ પ્રમાણે જૂનાગઢના સંજય બાલુભાઈ મશરૂની તા.૧૯ ઓગષ્ટના રોજ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ બીજો આરોપી પ્રવિણ ભગવાનજી તન્નાની કૌભાંડમાં મહત્વની ભૂમિકા હોવાનું જણાવી કોર્ટનું સમંશ આપવામાં આવ્યું હતુ પરંતુ પ્રવિણ તન્ના કોર્ટમાં હાજર ન રહેતા તેમના વિરૂધ્ધ કોર્ટના આદેશના ઉલ્લંઘનની ફરિયાદ નોંધી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.