Abtak Media Google News

ઓખા-કચ્છનું કલાકોનું અંતર મિનિટોનું થશે: ૪૫૦ કિમીનું અંતર ૪૪ કિમીનું બનશે

ગુજરાતની ભાજપ સરકાર દ્વારા દરિયાકાંઠાને ધમધમતું કરવા અને મહતમ ઉપયોગ કરવાના ઉદેશ સાથે મહત્વની રો-રો ફેરી સર્વિસ શરૂ કરવાનું આયોજન હાથ ધરેલ છે. જે હાલારનાં લોકો માટે આનંદની વાત છે. બે વર્ષ પહેલા દ્વારકા-કચ્છ ફેરી ટુરીઝમનાં મેનેજર રાજેશભાઈ દોષી અને તેમની ટીમ દ્વારા ઓખા-માંડવી વચ્ચેની રો-રો ફેરી સર્વિસ શરૂ કરેલી અને ખુબ જ સરસ સંચાલન સાથે આ ફેરી સર્વિસ સફળ રહી હતી પરંતુ ટેકનીકલ ફોલ્ટને કારણે આ સેવા બંધ કરી દેવાઈ હતી. ઓખા-માંડવી તથા જામનગર-કચ્છ વચ્ચેનાં પરિવહન માટે અત્યંત લાભદાયી સાબિત થશે. સુત્રોનાં જણાવ્યા અનુસાર આ બંને રો-રો ફેરી સર્વિસ શરૂ થવાની છે. જેના ટેન્ડર પણ ગણતરીનાં દિવસોમાં બહાર પડી જશે. રાજયમાં રો-રો ફેરી સર્વિસ શરૂ કરવાની દિશામાં મહત્વનું પગલું લેવાયું છે અને ફેરી સર્વિસ શરૂ થવાથી સમયનો બચાવ થશે અને એજ રીતે આ માધ્યમથી માલ-સામાનની પણ હેરાફેરી થશે અને ટ્રાન્સપોર્ટસને પણ પ્રોત્સાહન મળશે.  પ્રાથમિક વિગત મુજબ આ ફેરી સર્વિસ શરૂ કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા ફેરી સર્વિસ શરૂ કરવા માટેની ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ પર લેવામાં આવી છે. ટ્રાન્સપોર્ટસની દિશામાં પણ આ ફેરી અત્યંત ઉપયોગી બની રહેશે. કારણકે જમીન માર્ગે ઓખાથી માંડવીનો રસ્તો ૪૫૦ કિમીનો થાય છે જયારે દરીયા માર્ગે ૪૪ કિમીનો થાય છે. અહીં સમયનો બચાવ થશે અને ટ્રાન્સપોર્ટરની દિશામાં પણ આશીર્વાદ રૂપ સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.