Abtak Media Google News

મુખ્યમંત્રીની અઘ્યક્ષતામાં અમરેલીમાં રાષ્ટ્રીય સહકારી સંમેલન યોજાયુ

અમરેલીમાં ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિની ઉપલક્ષમાં તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં રાષ્ટ્રીય સહકાર સંમેલન યોજાયું હતું.

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવેલ કે આ સહકારી પરિસંવાદ નવા વર્ષના પ્રારંભે યોજાયો તે શુભ સંકેત આપનાર છે. ખેડુતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કામ કરતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોમાં સહકારી સંસ્થાઓ સામેલ થતા તેના જણાવેલ કે આ કાર્યક્રમનો મને સાક્ષી બનાવ્યો તે બદલ દીલીપ સંઘાણી અને ટીમ સહકારને આભારી છું. પ્રાસંગીક પ્રવચનના પ્રારંભે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સંમેલનમાં ઉ૫સ્થિત વિશાળ સમુદાય ને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી. ખેડુતો અને સહકારી પ્રવૃતિના વિકાસ માટે રાજય સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.

કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પરસોતમભાઇ રુપાલાએ જણાવેલ કે, સામાન્યમા સામાન્ય માનવીને ઉપયોગી બનવાની અદમ્ય ઇચ્છા દિલીપભાઇના દિલમાં સતત રહેતી લોકોને મદદરુપ બનવાની આ પ્રવૃતિ સાર્થક કરવા નાની એવી શરાફી સહકારી મંડળીની રચના  કરી અને તે દ્વારા લોકોને ઉપયોગી બનવાની શરુ કરેલ પ્રવૃતિ આજે રાષ્ટ્રિય કક્ષાએ પહોંચી છે. આ પરિસંવાદ રાષ્ટ્રિય સહકાર સંમેલનું સ્વરુપ છે. જેનું યજમાન પદ અમરેલીને મળવા બદલ દીલીપ સંધાણી ધન્યવાદને પાત્ર છે.

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 7

એન.સી.યુ.ઇ. ના પ્રેસીડેન્ટ ડો. ચંદ્રપાલસિંહ યાદવ એ જણાવેલ દેશના વિવિધ પ્રાંતોમાં ફર્યો છે. સહકારી અને કૃષિ પ્રવૃતિને નિહાળી છે. તેમ છતાં ગાંધીના ગુજરાતની સહકારી અને કૃષિ પ્રવૃતિએ સમગ્ર દેશને માર્ગદર્શન પુરુ પાડયું છે.

આ તકે સહકારી પ્રવૃતિમાં પચ્ચીસ વર્ષ કે તેથી વધુ વર્ષની સેવા આપનાર અને ૯૦ વર્ષની આસપાસ પહોચેલા આગેવાનોને મુખ્યમંત્રી ના હસ્તે વડીલ વંદના દ્વારા સન્માનીત કરવામાં આવેલ હતા. સહકારીતા પરિસંવાદમાં કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ નારણભાઇ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઇ હિરપરા, ડો. ચંન્દ્રણાલ સિંહ યાદવ, પ્રેસીડેનટ એન.સી.યુ. આઇ તથાન કુંભકો, ડો. બિજેન્દ્રસિંહ ચેરમન નાફેડ, બી. સુબ્રહ્મણ્યમ એમ.ડી. નાફસ્કોબ, જયોતિન્દ્રભાઇ મહેતા, ચેરમેન નાફકબ, ઇફકો- ક્રિભકો, નાફેડના બોર્ડ ઓફ ડાયરેકટર્સ સહકારી અગ્રણી વાઘજીભાઇ બોડા, અમરેલી જીલ્લા મઘ્યસ્થ સહકારી બેંક અમરેલી જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અમરેલી જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘ સહીતનાઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.