Abtak Media Google News

રાજકોટ શહેરમાં અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓનેયાદ કરીને શ્રધ્ધાંજલી પાઠવી બે મિનિટનું મૌન પળાયું

રાજકોટ માર્ગ અકસ્માતમાં ભોગ બનનારને શ્રધ્ધાંજલી પાઠવવાના શુભાશય દ્વારા રાજકોટ શહેર પોલીસતંત્ર દ્વારા વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ નિમિતે યોજાયેલા કાર્યક્રમની શરૂઆત રાજકોટ શહેર પોલિસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલે દીપ પ્રાગટ્ય વડે કરી હતી.

દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોની સ્મૃતિમાં તેઓને શ્રધ્ધાંજલી અર્પણ આપવાના ભાગરૂપે તા રોડ અકસ્માતો નિવારવા માટે જનજાગૃતિ ફેલાય તેવા શુભાશય થી વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ ની ઈ.સ. ૧૯૯૫ થી ફેડરેશન ઓફ રોડ ટ્રાફીક વિકટીમ્સ (Federation of Road traffic Victims) ની ઉજવણી કરવામાં આવે છે.  ૨૬ ઓક્ટોબર ૨૦૦૫ના રોજ સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યા બાદ આ દિવસને World Day Of Remembrance તરીકે સ્વિકૃતિ આપવામાં આવી હતી. વર્ષ ૨૦૧૮ની થીમ Roads have storiesરાખવામાં આવી છે.

વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ નિમીતે રાજકોટ શહેર પોલીસ તંત્ર તથા ઉપસ્થિત સ્વજનો દ્વારા મૃતકોને પુશ્ર્પાંજલી વડે શ્રધ્ધાંજલી પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગે પોલીસ કમિશ્ર્નર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, રાજ્યસરકાર, આર.ટી.ઓ તથા પોલીસ તંત્ર રોડ અકસ્માતો અટકાવવા માટે સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રોડ સેફ્ટી કાઉન્સીલ દ્વારા જીવલેણ અકસ્માતની તપાસ કરવામાં આવશે જેમાં પોલીસ કર્મચારી, આર.ટી.ઓ અધિકારી તથા મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓ જોડાશે જેના દ્વારા એ ૫ણ જાાણી શકાશે કે આ અકસ્માત નિવારી શકાયો હોત કે કેમ ? જેના આધારે ભવિષ્યમાં અકસ્માતો અટકાવવા અંગે સચોટ ૫ગલા લઈ શકાશે.

વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ

પોલીસ કમિશ્ર્નર એ રાજકોટની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, જનતા જનાર્દન ટુ વ્હિલર ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ, ફોર વ્હિલર ચલાવતી વખતે સીટબેલ્ટનો ઉપયોગ, ચાલુ વાહને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું ટાળે તથા ભીડભાડ વાળા વિસ્તારોમાં વાહનો ઓવર સ્પિડમાં ન ચલાવી નક્કી કરેલી સ્પિડમાં ચલાવે તો જીવલેણ અકસ્માતના મહત્તમ હદે ટાળી શકાય તેમ છે.

આ પ્રસંગે સંયુક્ત પોલીસ કમિશ્ર્નર સિર્ધ્ધા ખત્રીએ જણાવ્યું હતું કે,રોડ અકસ્માતમાં લોકો મોટાભાગે ખુદની અવા અન્યોની ભુલના કારણે સ્વજનો ગુમાવે છે તે સૌથી મોટી કરૂણતા છે. હવે થી રાજકોટ પોલીસ દ્વારા રોડ અકસ્માતમાં જીવ ગુમાવનાર લોકોના વારસદારોને પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા પંચનામાની નકલ અરજી કર્યાબાદ ઘરબેઠા ઉપલબ્ધ કરાવશે.

World Day Of Rememberance 2018 Rajkot 2આ તકે આર.ટી.ઓ ઓફીસર જે.વી.શાહે જણાવ્યું હતું કે, રોડ અકસ્માત સમયે ઈજા પામનાર કે ભોગ બનનારને સેવાભાવે મદદ કરનાર સેવાભાવી વ્યક્તિની તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કનડગત કરવામાં આવશે નહીં.

આ પ્રસંગે રાજકોટ શહેર પોલીસ તંત્ર દ્વારા એક્સિડન્ટ રિસર્ચ સ્ટડી રાજકોટ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં મળતી માહિતીના આધારે જાણી શકાય છે કે રાજકોટમાં શનિવાર- રવિવાર તા બુધવારના દિવસે સાંજે ૭ થી ૧૦ વાગ્યાના સમયમાં મહત્તમ અકસ્માતો થાય છે. આ ઉપરાંત, મહત્તમ અકસ્માતોમાં વયજુ ૨૧ થી ૩૦ વર્ષ  અને ૩૧ થી ૪૦ વર્ષના લોકોનો સમાવેશ થાય છે.

વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સ નિમીતે રાજકોટ જિલ્લામા રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર વ્યક્તિઓને યાદ કરીને શ્રધ્ધાંજલી પાઠવી બે મિનીટનું મૌન પડાયુંહતું.

આ પ્રસંગે રાજકોટ ઝોન વનના નાયબ પોલિસ કમિશ્રનર રવી મોહન સૈની, ઝોન ટુ ના નાયબ પોલિસ કમિશ્રનર મનોહરસીંહ જાડેજાતા અન્ય અધિકારીઓ તથા મૃત્યુ પામનાર વ્યક્તિના સ્વજનો તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.