નવરાત્રી અને દિવાળી વેકેશનની જાહેરાત કરતી રાજ્ય સરકાર

Bhupendrasinh Chudasama
Bhupendrasinh Chudasama

૧૦ થી ૧૭ ઓકટોબર નવરાત્રી અને ૫ થી ૧૮ નવેમ્બર દિવાળીનું વેકેશન

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહની સત્તાવાર જાહેરાત

નવરાત્રીને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો જે અન્વયે આજરોજ શિક્ષણમંત્રી  ભુપેન્દ્રસિહ ચુડાસમાએ નવરાત્રી અને દિવાળીના વેકેશનની સતાવાર જાહેરાત કરી છે. આ વર્ષથી નવરાત્રીમાં શાળા સહિત કોલેજના વિદ્યાર્થીઓને ૧૦ થી ૧૭ ઓકટોબર દરમિયાન વેકેશન આપવામાં આવશે અને ૧૮મીએ દશેરાની પણ રજા રહેશે. આ ઉપરાંત દીવાળીનું વેકેશન ૫ થી ૧૮ નવેમ્બર સુધીનું રહેશે.

રાજય સરકારે અગાઉ જ જાહેરાત કરી હતી કે, નવરાત્રીનાં દિવસોમાં શાળા અને કોલેજમાં વેકેશન રહેશે. તેનોઅમલ ચાલુ વર્ષથી જ કરવામાં આવશે. આ નિર્ણય રાજયકક્ષાનાં શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ અગાઉ જાહેરાત કરી હતી અને આ મુદે આજરોજ ગુજરાત સરકારે ‘નવરાત્રી’ અને ‘દિવાળી’ વેકેશનની સતાવાર જાહેરાત કરી છે.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુંં હતુ કે, રાજયની શાળા અને કોલેજોમાં નવરાત્રીની રજાઓ ૧૦ થી ૧૭ ઓકટોબર દરમિયાન રાખવામા આવશે તેમજ ૧૮મી ઓકટોબરે પણ દશેરાની રજા રહેશે. આ ઉપરાંત નવરાત્રીની ૭ દિવસની રજા હોવાથી દિવાળીનું ૨૧ દિવસનું વેકેશન હવે ૧૪ દિવસનું જ રહેશે. દિવાળીની રજા ૫ થી ૧૮ નવેમ્બર એટલે કે ધનતેરસથી સુદ દશમ સુધી રહેશે અગાઉ દિવાળીની રજા ૫ થી ૨૫ નવેમ્બર રાખવામાં આવેલ હતી જોકે નવરાત્રીમાં ૭ દિવસની રજાને કારણે દિવાળીનું વેકેશન ટુંકાવ્યું છે.

આ નિર્ણયથી શાળા કોલેજના વિદ્યાર્થીઓ ગેલમાં આવી ગયા છે. આ વર્ષથી નવરાત્રી વેકેશનને કારણે ખૈલેયાઓ પણ મન મૂકીને ઝુમશે.

Loading...