પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ બન્યા દેશના સૌથી પ્રભાવશાળી સાંસદ

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકેની સંગઠનની જવાબદારી સંભાળતા સી.આર.પાટીલ પોતાના મત વિસ્તાર માટે પણ ૨૪ કલાક સમય ફાળવી વિકાસ કામોમાં સૌથી અગ્રેસર

દેશના ૨૫ સર્વશ્રેષ્ઠ સાંસદોમાં સી.આર.પાટીલ સૌથી વધુ પ્રભાવશાળી સાંસદ બનવા પામ્યા છે. મેગેઝીન ફેમ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં સાંસદ તરીકેના કામકાજ અને મત વિસ્તારની કામગીરીને લઈને કરવામાં આવેલા રેટીંગમાં નવસારી મત વિસ્તારના સાંસદ સી.આર.પાટીલને પ્રભાવશાળી સાંસદ તરીકે પ્રથમ ક્રમ મળ્યો છે. આ સર્વેમાં વિવિધ પ્રકારના સર્વે સાથે દેશના તમામ સાંસદ સભ્યોના ક્ષેત્રમાં સાંસદ દ્વારા કરેલી કામગીરીમાં સમીક્ષા કર્યા બાદ આ યોદી જાહેર કરવામાં આવી હતી. દેશના પ્રભાવશાળી સાંસદ તરીકે સી.આર.પાટીલની પસંદગી કરવામાં આવી હતી. સતત લોકસંપર્ક માટે બનાવવામાં આવેલ કાર્યાલયને પણ આઈએસઓ ટ્રેડમાર્ક પ્રાપ્ત કરેલ છે.

સી.આર.પાટીલની કામગીરીને વડાપ્રધાન મોદીએ અવાર-નવાર બિરદાવી છે. કાર્યક્ષમતાને ફેમ ઈન્ડિયા મેગેઝીન અને ઈન્ડિયા પોસ્ટ દ્વારા શ્રેષ્ઠ ૨૫ સાંસદોમાં પ્રભાવશાળી સાંસદ તરીકે તેમણે સ્થાન મેળવ્યું છે. ભાજપના અધ્યક્ષ તરીકે સી.આર.પાટીલને તાજેતરમાં જ જવાબદારી સોંપવામાં આવી છે. સી.આર.પાટીલ તેમના મત ક્ષેત્રમાં વિકાસ કામોને લઈને સૌથી આગળ હોય આ ઉપલબ્ધીએ ગુજરાતને વધુ એક ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે.

Loading...