પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ભાજપના નવનિયુકત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા ડો. ભારતીબેન શિયાળનો અભિવાદન કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લાના સ્થાનિક તેમજ ઠાકોર સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા

ભાજપા પ્રદેશ કાર્યાલય- કમલમ્, કોબા, ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ભાજપાના નવનિયુક્ત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને ભાવનગરના સાંસદ મતી ડો. ભારતીબેન શિયાળનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

આ અભિવાદન કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઈ ભટ્ટ, રાજ્ય સરકારના મંત્રીઓ  કુંવરજીભાઈ બાવળીયા, વિભાવરીબેન દવે, અમદાવાદના સાંસદ ડો. કિરીટભાઈ સોલંકી તથા ભાજપાના અગ્રણીઓ, કાર્યકર્તાઓ તેમજ કોળી સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.ગાંધીનગર ખાતે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં તથા નવનિયુક્ત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા અને ભાવનગરના સાંસદ  ડો. ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં મહીસાગર જીલ્લાના ઠાકોર સમાજના આગેવાનો તેમજ જુદા-જુદા સમાજના સ્થાનિક આગેવાનો ભાજપામાં જોડાયા હતા.

મહીસાગર જીલ્લાના લુણાવાડાના ધારાસભ્ય જીજ્ઞેશભાઈ સેવક, ગુજરાત નાગરિક પુરવઠા નિગમના ચેરમેન અને જીલ્લા ભાજપા મહામંત્રી રાજેશભાઈ પાઠક (પપ્પુભાઈ), પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તથા જીલ્લા ભાજપાના મહામંત્રીઓ  મુળજીભાઈ રાણા અને  દશરભાઈ બારીયાની આગેવાની હેઠળ ઓબીસી-એસસી-એસટી મંચના મહીસાગર જીલ્લાના પ્રમુખ અરવિંદભાઈ બારીયા,  મકનસિંહભાઈ, સનિક આગેવાન તેમજ નગરપાલિકામાં ૩ ટર્મથી અપક્ષ તરીકે ચૂંટાતા  કિરીટભાઈ પટેલ સહિત જુદા-જુદા સમાજના આગેવાનો તા ઠાકોર સમાજના આગેવાનો અને યુવાનો ભાજપામાં જોડાયા હતા.

Loading...