Abtak Media Google News

જુના તેમજ નવા આઇએફએસસી કોડની માહિતી લોકોને એસબીઆઇની વેબસાઇટ પર મળી રહેશે

ભારતીય સ્ટેટ બેન્કે દેશભરની ૧૩૦૦ શાખાઓના નામ અને આઇએફએસસી કોડ બદલ્યા છે. બેન્કે તેની શાખાઓના નવા નામની સૂચિ જાહેર કરી છે. કુલ ૧૨૯૫ બ્રાન્ચના નામોમાં ફેરફારો કરાયા છે. ઉલ્લેખનીય છે કે એસબીઆઇ સાથે મર્જ થયેલી ૬ બેન્કો અને ભારતીય મહિલા બેન્કોની અમલવારી ૧લી એપ્રીલ ૨૦૧૭ થી જ કરવામાં આવી હતી.

જેથી બેન્કની સાઇઝ અને વેલ્યુએશનમાં વધારો થયો છે. દેશની સૌથી મોટી ત્રણ દાતા બેન્કો મુંબઇ, નવી દિલ્હી, બેગ્લોર, ચેન્નઇ, હૈદરાબાદ, કોલકતા અને લખનવ જેવા પ્રમુખ શહેરોમાં આવેલી છે. તેના પણ આઇએફએસસી કોડ બદલવામાં આવ્યા છે.

ભારતીય સ્ટેટ બેંક દેશની સૌથી મોટી સરકારી બેંક છે. એસબીઆઇને દેશભરમાં ૨૨,૪૨૮ બ્રાન્ચો છે. બેન્કના ડાયરેકટર પ્રવિણ ગુપ્તાએ કહ્યું કે અમારી જુની એસોસીએટ બ્રાન્ચોને એસબીઆઇની શાખાઓ સાથે મર્જ કરી રહ્યા છીએ. તેથી આઇએફએસસી કોડ બદલી જશે.

આ અંગે ગ્રાહકોને વેબસાઇટના માઘ્યમથી સૂચના આપવામાં આવશે. જો કોઇ ગ્રાહક જુના આઇએફએસસી કોડથી ચુકવણી કરશે તો તેના માટે નવો કોડ માટેનો મેપ તૈયાર કરવામાં આવશે. બેંકના ગ્રાહકોને કોઇપણ જાતની તકલીફ રહેશે નહીં.

બેન્કે વેબસાઇટ પર જુના અને નવા બન્ને નામોની સૂચિ જાહેર કરી છે.આ વર્ષે એસબીઆઇ પોતાની પાંચ સહયોગી બેંકો સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર, જયપુર, પટીવાલા, ત્રાવણ કોર, હૈદરાબાદ, મૈસુર અને ભારતીય મહીલા બેન્કોને પોતાની સાથે મર્જ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.