Abtak Media Google News

૩૩ જિલ્લાના ૧૪૯ શિક્ષકોએ સંશોધન કરેલી શિક્ષણ પ્રવૃતિઓનું દસ્તાવેજીકરણ કરતા પુસ્તકનું વિમોચન કરાયું: શિક્ષકો માટે વર્કશોપસેમીનાર યોજાયો

નયારા એનર્જી લિમિટેડે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ સાથે ભાગીદારી કરી નડિયાદની ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ)માં રાજયકક્ષાનો ત્રિદિવસીય શૈક્ષણિક સંશોધન મહોત્સવ યોજયો હતો. જેમાં ૩૩ જિલ્લાના ૧૪૯ શિક્ષકોએ સંશોધન કરેલી શિક્ષણની વિવિધ પ્રવૃતિઓનું દસ્તાવેજીકરણ કરતું પુસ્તક શિક્ષણમંત્રી, નયારા એનર્જી લિ.ના અધિકારી સહિતના હસ્તે વિમોચન કરાયું હતું. ઉપરાંત રાજયભરમાંથી ઉપસ્થિત રહેલા શિક્ષકો માટે વર્કશોપ, સેમીનાર યોજવામાં આવ્યા હતા.

રાજય સરકાર શિક્ષણને ગુણવતાયુવક બનાવવા નવતર પ્રયોગવાળી પ્રવૃતિઓ વિકસાવવા ભાર મુકી રહી છે ત્યારે નયારા એનર્જી લિ.એ આ કાર્યને ઔધોગિક સામાજિક જવાબદારીના ભાગરૂપે હાથ પર લઈ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ (જીસીઈઆરટી) સાથે ભાગીદારી કરી હતી. આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ માટે નવતરના નામ સાથે શિક્ષણમાં સર્જનાત્મકતા લાવવા ભગીરથ પ્રયાસ શરૂ કરાયો છે. આ પ્રોજેકટ અંતર્ગત નડિયાદની ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ)માં રાજયકક્ષાનો ત્રિદિવસીય શૈક્ષણિક સંશોધન મહોત્સવ શિક્ષણ વિભાગના કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, નયારા એનર્જી લિ.ના નિરીક્ષણ, ઈજનેરી અને પ્રોજેકટસ વિભાગના વાઈસ પ્રેસિડેન્ટ રમેશ કુમાર, જીસીઈઆરટીના ડિરેકટર ડો.ટી.એસ.જોશી, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો.પંકજ જોશી, નયારા એનર્જી લિ. સીએસઆર લીડ અવધેશ પાઠક વગેરેની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

Photo 2

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નયારા એનર્જીના પ્રયત્નોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ પ્રયત્ન શિક્ષકોને બોકસની બહાર વિચારવા પ્રેરિત કરશે. આ તકે ૧૪૯ શિક્ષકોએ સંશોધિત કરેલી શિક્ષણ પ્રવૃતિઓના દસ્તાવેજીકરણ કરાયેલા પુસ્તકનું વિમોચન કરાયું હતું. મહોત્સવ પહેલા નવતર પ્રોજેકટ હેઠળ ટીમના સભ્યોએ જિલ્લા કક્ષાએ જઈ શિક્ષકો સાથે વર્કશોપ કર્યા હતા. જે દરમિયાન વ્યકિતગત મુલાકાત, જુથ ચર્ચા, નવીન પઘ્ધતિઓ અંગે માર્ગદર્શન, શૈક્ષણિક સમસ્યાઓ, તેના ઉકેલ વગેરે પર માહિતી મેળવી હતી. વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન ૩૩ જિલ્લાઓમાં ૧૫૦૦થી વધુ શૈક્ષણિક સંશોધનોનું દસ્તાવેજીકરણ કરી આ સંશોધનો જિલ્લા સ્તરે યોજાયેલા મેળાઓમાં પ્રદર્શિત કરાયા હતા. જેમાંથી ૧૪૯ શૈક્ષણિક સંશોધનની પસંદગી કરી તેઓને ચારૂસેટમાં રાજયકક્ષાના મહોત્સવમાં રજુ કરાયા હતા. નયારા એનર્જી આ પ્રોજેકટ અંતર્ગત જીસીઈઆરટી સાથે રહી રાજયની ૩૦,૦૦૦ શાળાઓ સુધી પહોંચી શિક્ષણમાં ગુણવતા અને સર્જનાત્મકતા લાવવાનો લક્ષ્યાંક ધરાવે છે. ત્રિદિવસીય મહોત્સવમાં ઉપસ્થિત રહેલા શિક્ષકગણને શિક્ષણમાં રચનાત્મકતા, અઘ્યાપન માટે નવીન સંશોધન, શિખવવાની, વહેંચવાની કળા જેવા વિષયો પર પૂર્ણ ચર્ચા સત્ર યોજવામાં આવ્યા હતા. નયારા એનર્જીના આ નવતર પ્રયોગની શિક્ષકગણમાં ભારે સરાહના થઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.