સ્ટાર્ટ અપ મેઇલર ટેક એલએલપી (કેનેરી મેલ)ને સાઇબર સીકયુરિટી કેટેગરીમાં રનર્સ અપ એવોર્ડ

વાણિજય મંત્રી પિયુષ ગોયલ દ્વારા નેશનલ સ્ટાર્ટ અપ ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૦ અંતર્ગત એવોર્ડના વિજેતાઓની ઘોષણા કરાઇ

ભારતના વાણીજય મંત્રી પિયુષ ગોયલ દ્વારા તા. ૬ ઓકટોબર ૨૦૨૦ના રોજ નેશનલ સ્ટાર્ટ અપ ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૦ ના વિજેતાઓની ઘોષણા કરવામાં આવી, જેમા દેશભરમાંથી કુલ ૧૬૪૧ અને ગુજરાતમાંથી ૯૩ સ્ટાર્ટ અપ્સ દ્વારા દાવેદારી કરવામાં આવી હતી, જેમા રાજકોટની મેઇલર ટેક એલએલપી (કેનેરી મેલ)ને સાઇબર સીકયુરિટી કેટેગરીમાં રનર્સ અપ એવોર્ડ હાંસલ થતા, રાજકોટનું નામ રોશન કર્યું છે. આ ખુબ પ્રતિષ્ઠાદાયક એવોર્ડ ૧૨ મુખ્ય કેટેગરી અને ૩ સ્પેશ્યલ કેટેગરીના સ્ટાર્ટ અપને આપવામાં આવે છે, જેમા  સમગ્ર સૌરાષ્ટ્રમાંથી એકમાત્ર મેઇલર ટેક એલએલપીની પસંદગી થવી એ ગૌરવની બાબત છે.

રાજકોટ સ્થીત મેઇલર ટેક એલએલપી દ્વારા નિર્મીત કેનેરી મેલ એ એક કોમ્પયુટર અને મોબાઇલ એપ છે, જેના દુનિયાભરમાં ચાહકો અને પ્રસંશકો છે. કેનેરી મેલ કોઇપણ ઇમેલ પ્રોવાઇડર દ્વારા આપવામાં આવતા ફિચર્સ કે સુવિધાઓ અને યુઝર્સ એકસ્પીરીયન્સ સાથે સમાધાન કર્યા વિના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પ્રદાન કરે છે. એન્ક્રિપ્શન અર્થાત માહિતી અથવા ડેટાને કોડમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા છે, જેને ખાસ કરીને અનધિકૃત રીતે વાંચવા કે મેળવનારને રોકવા માટે ઉપયોગમાં લેવાતી ટેકનોલોજી છે. કેનેરી દરેક પ્રકારના વપરાશમાં રહેલા ઇમેલ એકાઉન્ટ, જેમકે જીમેલ, યાહુ, આઉટલુક વગેરે સાથે ઉપયોગમાં લઈ શકાય છે, તેના માટે વપરાશકર્તાએ ઇમેલ પ્રોવાઇડર બદલાવાની જરુર રહેતી નથી. જયારે કોઇ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે, ત્યારે ઇમેલ મોકલનાર અને મેળવનાર સીવાય અન્ય કોઇ આ ઇમેલ વાંચી શકતા નથી, ત્યાં સુધી કે જે-તે ઇમેલ પ્રોવાઇડર પણ નહી. આ સુવિધા કેનેરી મેલને અદ્વિતીય બનાવે છે, અને તે એમએસી ઓએસ અને આઈઓએસ ઉપકરણો પરના બધા ઇમેઇલ પ્રોવાઇડર માટે સરળ એન્ક્રિપ્શન પ્રદાન કરતી વિશ્વની એકમાત્ર ઇમેઇલ એપ્લિકેશન છે. કેનેરીને વૈશ્વિક સરાહના પ્રાપ્ત થઈ છે અને એપલ દ્વારા વિશ્વભરમાં તેને એપ સ્ટોર પર નિયમિતપણે “અ એપ વી લવ તરીકે દર્શાવવામાં આવે છે, જે તેનુ મહત્વ અને લોકપ્રીયતા સુચવે છે. અમેરીકાની નેકસ્ટ વેબના એડિટર બ્રયાન કલર્ક એ કેનેરીને “બેસ્ટ ઇમેલ એપ ઇન માર્કેટનો ખીતાબ આપ્યો છે.

કેનેરી મેલ એપ રાજકોટના જાણીતા એઇસ સોફટવેરના સ્થાપક વિક્રમભાઇ સંઘાણીના પુત્રોની જોડી દેવ અને સોહેલ સંઘાણી દ્વારા બનાવામાં આવી છે. દેવ સંઘાણી કેલીફોર્નીયાની કેલટેક યુનિવર્સીટીમાંથી અભ્યાસ કરી અને જાણીતી પોકેટ જેમ્સ ગેમીંગ કંપનીનો અનુભવ ધરાવે છે, જયારે સોહેલ વોશીંગ્ટનની જોન હોપક્ધિસ સ્કૂલ ઓફ એડવાન્સ સ્ટડીસમાં અભ્યાસ કરી અને જાણીતી બ્રિજવોટર એસોસીએટ કંપનીમાં કામનો અનુભવ ધરાવે છે. બન્ને સંઘાણી ભાઇઓ અમેરીકાની ટોપ યુનિવર્સીટીમાંથી સ્નાતાકની પદવી મેળવી અમેરીકામાં સારી કારકિર્દીની તકો જતી કરી ભારતમાં કેનેરી મેલની સ્થાપના કરવાના ઇરાદે પાછા ફર્યા હતા અને આજે આ સ્ટાર્ટ અપને મળેલ સન્માન અને ઓળખ તેમની મહેનત અને તેમના વિશ્વાસની જીત સમાન છે. કેનેરી એપમાં શાનદાર ટ્રેક્શન હોવાથી તેને એક અગ્રણી સાયબર સીક્યુરિટી વેન્ચર કેપીટલે નોંધપાત્ર મૂલ્યાંકન પર ટર્મશીટ આપવા તત્પરતા દાખવી છે, જયારે એક અગ્રણી સુરક્ષિત ઇમેઇલ સેવાએ કેનેરીને એકવાયર કરવાની તૈયારી દેખાડી છે, અને ફોર્ચ્યુન ૫૦૦ કંપનીના સ્થાપકની સંસ્થાએ તેને ગ્રાન્ટ આપી છે. આ બાબતો આ સ્ટાર્ટ અપનો શું મહિમા છે અને કેવી માંગ છે, તે સુચવે છે.

Loading...