Abtak Media Google News

લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન કાગવડ ખાતેના માઁ ખોડલના ધામમાં દર્શનાર્થીઓનો પ્રવાહ અવિરત ચાલુ છે.  ત્યારે ખોડલધામ માઁના દર્શન કરવા આવતા ભાવિકોને તમામ સુવિધા મળી રહે એ માટે ટ્રસ્ટ સતત નવા નવા પ્રોજેકટ પર કામ કરી રહયું છે. જેના ભાગરૂપે તાજેતરમાં જ ખોડલધામ પરિસરમાં એક આધુનિક સુવિધાથી સજજ તમામ સવલતો સાથેની અન્નપૂર્ણાલયને અષાઢી બીજના રોજ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલના હસ્તે ખુલ્લ મુકવામાં આવી છે. આ કાર્યક્રમમાં ખોડલધામના તમામ ટ્રસ્ટી, જીલ્લા અને  તાલુકાનાવ કન્વીનરોઅને સ્વયંસેવકો તથા સમાજના લોકો હાજર રહયા હતા.

કાગવડ ખાતે માઁ ખોડલના બેસણા થયા બાદ અહીં ભકતોની ભીડ રજાના દિવસોમાં  હોય છે. અહીં ભકતોની સાથે સાધુ-સંતો પણ માઁના આર્શીવાદ લેવા માટે આવી રહયા છે. ત્યારે ભકતોને સાત્વીક પ્રસાદ મળી રહે એ માટે અગાઉ હંગામી ધોરણે ભોજનશાળા શ‚ કરી દેવામાં આવી હતી.

ખોડલધામ ખાતે બનાવવામાં આવેલ અતિ આધુનિક કક્ષાના અન્નપૂર્ણાલય એલ.ઇ.ડી લાઇટ સાથે આધુનિક સાઉન્ડ સીસ્ટમ અને સીસીટીવી કેમેરાથી સજજ બનાવવામાં આવી છે. એક સાથે અંદાજે ૪૦૦ થી વધુ ભાવિકો ભોજન પ્રસાદનો લાભ લઇ શકે તે પ્રકારની સીટીંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. ૧૦૦ બાય ૫૦૦ ચો.મીટરના વીશાળ ડોમમાં આ અન્નપૂર્ણાલય ઉભું કરવામાં આવ્યું છે. અન્નપૂર્ણાલયની વીશેષતા એ છે કે તેમાં પીરસવામાં આવનાર ભોજન સાત્વીક બને તે માટે આધુનિક રસોડું તૈયાર કરવામાં આવ્યું છે. ઓઇલ બોઇલર સીસ્ટમ ધરાવતા બોઇલરમાં એક સાથે ૧૫૦૦ થી વધુ લોકોની રસોઇ બની શકે છે.

આધુનિક ચીમની ઉભી કરી હોવાના કારણે ધૂમાડો સરળતાથી બહાર નીકળી જશે, જેના કારણે ભોજનાલયમાં કોઇપણ જાતની અગવડતા ઉભી નહીં થાંય અન્નપૂર્ણાલયમાં પીવાનું શુધ્ધ પાણી મળી રહે તે માટે આર.ઓ સીસ્ટમ મુકવામાં આવી છે જેમાં અવીરતપણે ઠંડું અને નોર્મલ પાણી મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.