Abtak Media Google News

ખેલાડીઓ એક જ વય જુથમાં ભાગ લઈ શકશે  ૧૨મી સુધી સ્વિમિંગનો ધમધમાટ જારી રહેશે

ખેલ મહાકુંભ-૨૦૧૭ અંતર્ગત આજથી રાજયકક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું સરદાર પટેલ સ્વિમિંગ પુલ, કોઠારીયા રોડ ખાતે રંગેચંગે પ્રારંભ થઈ ચુકયો છે. આ સ્પર્ધા માટે તમામ ખેલાડીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન પહોંચ સાથે રાખવાની રહેશે. તેમજ ઓનલાઈન આઈ.ડી. નંબરવાળા સ્પર્ધકોને જ સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે. આ ઉપરાંત આજથી શ‚ થનારી રાજય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ગાંધીનગરના ઉપક્રમે આજે અંડર ૧૪, ૧૭, ૧૯ ભાઈઓ બહેનોની ડાઈવીંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમજ અંડર ૧૪, ૧૯, ભાઈઓ બહેનો માટે સ્કોવશ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.૧૦મી નવેમ્બરથી રાજયકક્ષા શાળાકીય અંડર-૧૯ વોટર પોલો સ્પર્ધા તેમજ વિવિધ સ્કોવર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જિલ્લાકક્ષાએ ભાગ લઈ પસંદગી પામેલ અને વિજેતા થયેલ ખેલાડીઓની જ નિવાસ તથા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ખેલાડીઓને રોકાણની વ્યવસ્થા આનંદનનગર કોમ્યુનિટી હોલ કોઠારીયા રોડ ખાતે કરવામાં આવી છે. ખેલાડીઓએ આજરોજ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.આજરોજ યોજાયેલ રાજયકક્ષાની સ્વીમિંગ સ્પર્ધા ખેલમહાકુંભ-૨૦૧૭માં ફ્રિ સ્ટાઈલ ૮૦૦ મીટરમાં અન્ડર-૧૭ ભાઈઓમાં પ્રથમ ક્રમે પ્રતિક નાગર રાજકોટ, દ્વિતીય ક્રમે કૃણાલગીરી ગૌસ્વામી રાજકોટ, તૃતિય ક્રમે નિલય કાર્નિકલ સુરત વિજય થયા હતા. ૨૦૦ મીટર વ્યકિગત અંડર-૧૪ ભાઈઓમાં ભવ્ય બોઘા અમદાવાદ પ્રથમ ક્રમે, મધુર જૈન સુરત બીજા ક્રમે અને રાઘવ શૈચાત્રા રાજકોટ ત્રીજા ક્રમે રહ્યા હતા. ૨૦૦ મીટર વ્યકિતગત અંડર-૧૭ ભાઈઓમાં હેમરાજ પટેલ રાજકોટ પ્રથમ ક્રમે, શિવમ જેતુડી વડોદરા બીજા ક્રમ અને ત્રીજા ક્રમે અધવીત શાહ અમદાવાદ ગ્રામ્યમાંથી વિજેતા બન્યા હતા. સ્પર્ધાના ક્ધવીનર વિપુલભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.