Abtak Media Google News

ગુજરાત યુનિ. આયોજીત વેબિનારમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ

કોરોનાથી સર્જાનાર સમસ્યાનો ઉકેલ સ્ટાર્ટઅપ, ઈનોવેશનના પ્રયોગથી જ મળશે: ભુપેન્દ્રસિંહ

કોરોનાના વિપરીત પરિણામોથી બચવા આપણે સ્ટાર્ટઅપ અને અન્ય ઈનોવેશનથી વધુ ઉપાયો શોધવા પડશે તેમ પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ વેબિનારમાં જણાવ્યું હતુ.

માનવીય  જીવન સો જોડાયેલા તમામ ક્ષેત્રોમાં કોરોના ના કારણે આગામી દિવસોમાં લાંબા ગાળાની અસરો નાર છે ત્યારે આ અસરો નિવારવા સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત  અન્ય ઉપાયો પણ કરવા પડશે તેમ પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ  વેબિનારમા જણાવ્યું હતું.  ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટ્રપ્રિન્યરશિપ કાઉન્સિલ અમદાવાદ દ્વારા  યોજિત વેબિનારમા શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ ભાગ લીધો હતો.

પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ કોરોના ની આગામી દિવસોમાં પડનાર વિપરીત અસરો અંગે જણાવ્યું હતું કે ખાસ કરીને ર્આકિ ક્ષેત્રમાં તેની વિપરીત અસરો પડનાર છે. મેન્યુફેક્ચરિંગ ઉપરાંત જાહેર ક્ષેત્ર અને માર્કેટ સિસ્ટમ પર તેની અસરો અત્યારે જ દેખાઈ રહી છે અને આ અસરો ના વિપરીત પરિણામો ી બચવા આપણે સ્ટાર્ટઅપ અને અન્ય ઇનોવેશન દ્વારા અન્ય ઉપાયો પણ શોધવા પડશે . તેમણે જણાવ્યું હતું કે ર્આકિ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે વિર્દ્યાીઓનો અભ્યાસ કઈ રીતે કઈ પદ્ધતિી કરાવવો પરીક્ષા પદ્ધતિમાં કેવા ફેરફાર કરવા, તબીબી ક્ષેત્ર ,વાહન વ્યવહાર પ્રવાસન, કૃષિ ક્ષેત્ર હોટેલ ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં પણ કોરોનાની અસર દેખાવાની છે.

સુરેશ પ્રભુએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના યુવાધનને આહવાન કરતા સ્ટાર્ટ અપ અને ઇનોવેશન ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહિત કર્યા છે .ગૌરવની વાત એ છે કે દેશના યુવાધનને અનેક ક્ષેત્રોમાં સમસ્યાઓના ઉકેલ ક્ષેત્રે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન દ્વારા સંશોધન પર ભાર મૂકી જે તે ક્ષેત્રની સમસ્યાનો ઉકેલ લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વેબિનારમા ભાગ લેતા જણાવ્યું હતું કે દેશમાં  યુવાનોએ સ્ટાર્ટઅપ ના ઇનોવેશન પ્રયોગો અને સંશોધન દ્વારા અનેક ક્ષેત્રોમાં નવી શોધ કરી છે ત્યારે હવે કોરોના ને કારણે સમગ્ર દેશ અને દુનિયામાં જે સમસ્યાઓ સર્જનાર છે તેનો ઉકેલ પણ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ના વિવિધ પ્રયોગો કે સંશોધન દ્વારા જ શક્ય બનશે. તેમણે જણાવ્યું હતું કે જરૂરીયાત સંશોધનની પ્રામિક શરત છે. અત્યારે સમગ્ર દેશમાં એક નવો અવકાશ સંશોધન માટે સર્જાયો છે ત્યારે સ્ટાર્ટઅપ ક્ષેત્રે કાર્યરત વિર્દ્યાીઓ આ પડકારને ઉપાડી લે અને પોતાના ઇનોવેટિવ સંશોધનો દ્વારા જે તે ક્ષેત્રની સમસ્યાના ઉકેલ માટે તત્પર બને તે સમયનો તકાદો છે. આ વેબિનારમા શિક્ષણ વિભાગના અગ્ર સચિવઅંજુ શર્મા તા રાજ્ય સરકાર હસ્તકની વિવિધ યુનિવર્સિટીઓના કુલપતિઓ તા અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.