Abtak Media Google News

બેટ દ્વારકા ટાપુને જમીની માર્ગે જોડવા માટેના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમા બેટ દ્વારકા આઇકોનીક બ્રીજના નિર્માણ માટેની યોજનાને સાકાર કરવા ગુજરાત પ્રવાસન વિભાગ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ, સીટી સર્વે કચેરી તા ડી.આર.એલ. વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ઓખા-બેટ દ્વારકા ખાતે આવી અને સર્વે બાદ આ સંભવિત યોજનાને આખરી સ્વ‚પ આપવા મોજણીનો અંતિમ તબક્કો પૂર્ણ શે.

બેટ દ્વારકાએ ટાપુ હોય અને દેશના છેવાડાના ક્ષેત્રેના આવેલ હોય સદીઓી તેનો વિકાસ દેશના અન્ય ર્તીસનોની જેમ ઝડપી યો ની. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના ૨૨ ટાપુઓ વિકાસ કરવાની યોજના બનાવેલ હોય જેમાંના એક ભગવાન શ્રીકૃષ્ણના રાજમહેલ ગણાતાં તા ચોતરફ સમુદ્રની જળરાશિી ધેરાયેલા તા વિશાળ પ્રાકૃતિક સૌદર્યનો ખજાનો ધરાવતા યાત્રાધામ બેટ દ્વારકા પણ સમાવિષ્ટ હોય નજીકના ભવિષ્યમાં બેટ દ્વારકાને જમીન માર્ગે જોડવાની યોજન અમલી બનાવ્યા બાદ બેટ દ્વારકાનો પ્રવાસન ક્ષેત્રે પણ તીવ્ર ગતિએ વેગવંતુ બનાવવામાં આવનાર છે. ગત વર્ષે  કેન્દ્રીય પરિવહન મંત્રી નીતીન ગડકરીએ પણ તેમની મુલાકાત દરમ્યાન બેટ દ્વારકાને જમીન માર્ગે જોડવા અંગેના સંકેતો આપ્યા હતા. અને આ અંગે ઉચ્ચ અધિકારીઓ સો ચર્ચા વિચારણા કરી હતી.

ગુજરાત પ્રવાસન વિભાગ ત રાજ્ય સરકારની અન્ય જુદી જુદી એજન્સીઓ મારફત મોજણી ચાલી રહી છે જેને આખરી સ્વ‚પ આપવા આજે એક સો ચાર-પાંચ એજન્સીઓ દ્વારા સંયુક્ત ‚પે ઓખા આવી આખરી ઓપ આપવામાં આવનાર છે.

ચાલુ નાણાંકીય વર્ષના નાણાંકીય અંદાજપત્રમાં જામનગર તા દેવભૂમિ દ્વારકાના સાંસદ પુનમબેન માડમે દ્વારકા ક્ષેત્રને હેરીટેજ સીટી અંતર્ગત ‚પિયા ૧૯ કરોડના ખર્ચે બેટ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરી હનુમાન દાંડી સુધીના ૬ કિલોમીટરના  સર્કિટ દર્શન યોજના કેન્દ્ર સરકાર પાસેી મંજુર કરાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.