Abtak Media Google News

ર૧ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાશે: ર૩મીએ ફાઇનલ

ઓખા મંડળના સમસ્ત રધુવંશી સમાજની એકતા કાજે ગઇકાલથી ઓખાના લાલા લજપતરાય ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સમસ્ત ઓખા મંડળ સમાજ માટેની એકતા લીગ રાત્રિ પ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થઇ હતી. આ ટુર્નામેન્ટમાં ઓખા, મીઠાપુર, સુરજકરાડીની રધુવંશી સમાજની ર૧ જેટલી ટીમોના ર૩૧ રધુવંશી યુવાન ખેલાડીઓ વચ્ચે સ્પર્ધા થશે જે તા.ર૩મી એપ્રીલના રોજ સંપન્ન થશે. ગઇકાલે ટુર્નામેન્ટના શુભારંભ સમયે ઓખા મંડળ રધુવંશી સમાજના અગ્રગણ્ય મનસુખભાઇ બારાઇ, મહીલા અગ્રણી ડો. પુષ્પાબેન સોમૈયા, મોહનભાઇ બારાઇ, બટુકભાઇ થોભાણી, પ્રવિણભાઇ ગોકાણી, હિતેન્દ્રભાઇ વિઠલાણી, રીતેશભાઇ ગોકાણી વિગેરે રધુવંશીની ઉ૫સ્થિતિમાં દિપ પ્રાયટય કરી ટુર્નામેન્ટનો શુભારંભ થયો હતો. ર૩મીએ ફાઇનલ મેચમાં વિનર રનર્સ અપ ટીમોના ખેલાડીઓને રધુવંશી અગ્રણીઓ દ્વારા ટ્રોફી અને ઇનામો એનાયત કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.comDwarka

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.