Abtak Media Google News

સેમ-૧, ૩ અને ૫ની પરીક્ષાના ૭૭ કેન્દ્રો પર ૪૫ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૨૨ ઓકટોબરથી પરીક્ષાનો પ્રથમ તબકકાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પરીક્ષા વિભાગે પરીક્ષા ચોરી અટકાવવા ચૂસ્ત બંદોબસ્ત માટેની ખાસ વ્યવસ્થા કરી છે. સેમ-૧, ૩ અને ૫ની પરીક્ષામાં ૭૭ કેન્દ્ર પરથી ૪૫ હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ત્યારે પરીક્ષા વિભાગે સંલગ્ન કોલેજના ૧૭૨ અધ્યાપકોનું લીસ્ટ પણ તૈયાર કર્યું છે. જેમાંથી પસંદગી કરી ૧૦૦ જેટલા અધ્યાપકોને ઓબ્ઝર્વ તરીકે મુકવામાં આવશે અને આ ઓબ્ઝર્વને પરીક્ષા કેન્દ્ર પર નિરીક્ષણમાં મુકવામાં આવ્યા છે.

પ્રથમ તબકકાની પરીક્ષામાં બી.કોમ સેમ-૫ના ૧૩૩૭૭, બીએ સેમ-૫ના ૬૮૦૦, બીબીએના ૨૫૦૦, બીસીએના ૨૪૦૦ અને એલએલબીના ૧૯૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. જેમાં નવા કોર્ષના ૩૪૮૧૪ અને જૂના કોર્ષના ૧૧૦૦૦ છાત્રો પરીક્ષા આપશે.

આગામી ૧૯મી ઓકટોમ્બરે ઓબ્જર્વોને ટ્રેનીંગ દરમિયાન તમામ પ્રકારની સુચના આપવામાં આવશે. રાજકોટની સદ્ગુ‚ મહિલા કોલેજ અને પી.ડી.માલવીયા કોલેજ પરીક્ષા કેન્દ્ર કે જયાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓની સંખ્યા ૨૫૦થી વધુ હોય ત્યાં બે ઓબ્ઝર્વ મુકવામાં આવશે.ખાસ તો આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા જંબલીંગ સીસ્ટમ દાખલ કરવામાં આવતા બહેનોની કોલેજમાં પણ ભાઈઓ પરીક્ષા દેવા જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.