Abtak Media Google News

ભાલકા તીર્થની માટી તમામ ધાર્મિક સ્થળો સુધી પહોચાડી ફેબ્રુઆરીમાં આ યાત્રા દિલ્હી તરફ કુચ કરશે: તમામ યાદવોને યાત્રામાં જોડાવા અનુરોધ

ભગવાન શ્રી કૃષ્ણએ જયાં દેહત્યાગ કર્યો એ ભાલકા તીર્થ મોક્ષ અને ત્યાગની ધરતી છે ત્યારે ભાલકા તીર્થની પવિત્ર માટીને તમામ ધાર્મિક સ્થળો સુધી પહોચાડી ભાલકા તીર્થનો મહિમા અને ભગવાન શ્રી કૃષ્ણના વિચારોને ફેલાવવા માટે તેમજ આહીર રેજીમેન્ટની માંગને ઉગ્ર બનાવવા માટે તેમજ સમગ્ર ભારતના ર૬ કરોડ આહીર સમાજની એકતાને વધુ મજબુત બનાવવા માટે ભાલકા તીર્થથી દિલ્હી સુધી પ્રવીણ રામ યાત્રા કરી રહ્યા છે. ત્યારે યાત્રાને પ્રસ્થાન કરાવવા માટે પ્રસ્થાન સમયે હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

Screenshot 20190122 010116ભાલકાતીર્થ ખાતે ૩ થી ૪ વાગ્યા સુધી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અને સભામાં સ્થાનીક તમામ આગેવાનો તેમજ પ્રખ્યાત કથાકાર ડો. મહાદેવ પ્રસાદ પણ હાજર રહ્યા હતા અને મહાદેવ પ્રસાદે ભગવાન કૃષ્ણના જીવન વિશે અને એમના વિચારો વિશે ઘણી બધી વાતો કરી હતી તેમજ તમામ આગેવાનો એ આ યાત્રાને સફળ બનાવવ માટે સભાને સંબોધી હતી અને આંદોલનકારી પ્રવીણભાઇ રામે પણ સભાનું સંબોધન કર્યુ હતું. અને ત્યારબાદ જયાં ભગવાન શ્રી કૃષ્ણએ દેહત્યાગ કર્યો એ પવિત્ર માટીને સાથે લઇને ચાર વાગ્યે હજારોની જનમેદનીની ઉ૫સ્થિતિમાં આ યાત્રાનું પ્રસ્થાન થયું હતું. અને કેશોદ તરફ આ યાત્રા રવાના થઇ હતી અને કેશોદમાં ૬ વાગે સભાનું આયોજન થયું હતું.

જેમાં પ્રખ્યાત સાહિત્યકાર રાજભા ગઢવી ઉ૫સ્થ્તિ રહ્યા હતા. અને આ મુદ્દાને સમર્થન આપ્યું હતું. આ યાત્રા અનેક પ્રખ્યાત લોકો, સંગઠનોના સમર્થન સાથે ૧૪ દિવસ સમગ્ર ભારતના ભ્રમણ કરશે અને ગોકુળ, મથુરા, વૃંદાવન, દ્વારકા તેમજ બીજા તમામ ધાર્મિક સ્થળો પર ભાલકાતીર્થની માટી પહોચાડવામાં આવશે અને ૩ ફેબ્રુઆરીના રોજ આ યાત્રા રેજાંગલા સ્મારકથી દિલ્હી તરફ કુચ કરશે આ કુચમાં તમામ આહીરોને જોડાવા પ્રવીણ રામ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારબાદ દિલ્હી જંતર મંતર ખાતે આ યાત્રાનું સમાપન થશે તેમજ આ યાત્રાને ભાલકાતીર્થથી પ્રસ્થાન કરવાના કારણ બાબતે વાત કરતા પ્રવીણ રામે જણાવ્યું કે ભાલકાતીર્થ એ મોક્ષ, ત્યાગ અને એકત્રીકરણની ભૂમિ છે. ત્યારે અમારી આહીર રેજીમેન્ટની માંગણી એ દેશ માટે ત્યાંગ કરવાની માંગથી છે એટલા માટે ભાલકાતીર્થ ખાતેથી આ યાત્રાની શરુઆત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.