Abtak Media Google News

૫૫૭ રમતવીરો અલગ-અલગ રમતોત્સવમાં ભાગ લેશે

દ્વારકાના દ્વારકેશ ૫૦૫ સ્કુલના મેદાન ખાતે ગુજરાત રાજય કક્ષાના માસ્ટર્સ ખેલકુદ સ્પર્ધાનું દ્વિદિવસીય આયોજનનો શુભારંભ સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેકના હસ્તે કરવામાં આવ્યો હતો. આ દ્વિદિવસીય રાજયકક્ષાની માસ્ટર્સ ખેલકુદ સ્પર્ધામાં ૩૦ વર્ષની ઉંમરના રાજયભર માંથી આવેલા ખેલાડીઓ અલગ-અલગ કેટેગરીની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર છે. જામનગર જિલ્લા માસ્ટર્સ ખેલકુદ મંડળના પ્રમુખ વલ્લભભાઈ માડમના સંચાલનમાં સમગ્ર આયોજન કરાયુંછે. જેમાં રાજયભરમાંથી આવેલ ૫૫૭ જેટલા ખેલાડીઓ અલગ અલગ સ્પર્ધામાંભાગ લેનાર છે. આ પ્રસંગે દ્વારકા નગરપાલિકા પ્રમુખ જીતુભા માણેક,ઉપપ્રમુખ પરેશભાઈ ઝાખરીયા, તા.પં.પ્રમુખ લુણાભા તથા ઉપપ્રમુખ ખેરાજભાઈ, ઓખા પાલિકા પ્રમુખ વંદનાબેન, ઉપપ્રમુખ માલાભા પુનાભાસહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.