Abtak Media Google News

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારી, આશા બહેનો દ્વારા વૃક્ષારોપણ કરાયું

આર. બી. એસ. કે. ટીમ દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ નો પ્રારંભ ડો.હીતેશ પરમાર અમરેલી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  ડો. એચ. એફ. પટેલ, એ. ડી. એચ. ઓ.  ડો. જે. એચ. પટેલ, આર. સી. એચ. ઓ.  ડો. આર. કે. જાટના માર્ગ દર્શન તથા લાઠી તાલુકા આરોગ્ય અધિકારી ડો આર આર મકવાણાના નેતૃત્વ હેઠળ આંસોદર અને માલવીયા પીપરિયા મા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ ની ઉજવણી  સરકારી પ્રાથમિક શાળાઓ મા તારીખ ૨૭/૧૧ ના રોજ સરપંચ ઘનશ્યામ ભાઈ આંસોદર અને ઉપ સરપંચ શ્રી રમેશભાઈ જોધાણી મા. પીપરિયા તથા સામાજિક અગ્રણી ની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય ની સાથે ઉદ્ઘાટન કરેલ છે. જેમાં  આર. બી. એસ. કે. મેડીકલ ઓફિસર ડો. હરિવદન પરમાર , ડો. ચાંદનીબેન સોલંકી દ્વારા ઑડિયો વીડિયો ના માધ્યમ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલ છે, તેમજ શાળા ના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ નું સુંદર આયોજન કરવામાં આવેલ છે, તેમજ આંસોદર પ્રા. શાળા મા “બાલ ડોક્ટર” ની નિમણુંક કરી નોડલ આરોગ્ય શિક્ષક ને ફર્સ્ટ એઈડ કીટ અને દવાઓ આપેલ છે, પ્રા. આ. કેન્દ્ર ના તમામ આરોગ્ય કર્મચારી, આશા બહેનો દ્વારા વૃક્ષારોપણ તથા સ્વછતા ની કામગીરી  કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.