Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવર અને નગરપાલીકાના પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણીની ઉપસ્થિતિમાં રામ મંદિરના ઓડીટોરીય હોલ, સોમનાથ ખાતે શ્રમયોગી માનધન યોજના અંતર્ગત પેન્શન સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અને પ્રધાનમંત્રી લધુ વ્યાપારી માનધન (એન.પી. એસ.ટ્રેડર્સ) યોજના હેઠળ અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવા સંદર્ભે તા.૩૦-૧૧-૨૦૧૯ થી તા.૬-૧૨-૨૦૧૯ દરમ્યાન સમગ્ર રાજ્યમાં પેન્શન સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે. જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં પણ પેન્શન સપ્તાહ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

7537D2F3

જિલ્લા વિકાસ અધિકારી રહેવરે ભારત સરકાર દ્રારા અમલમા મુકવામાં આવેલ માનધન યોજનાનો શ્રમયોગીઓએ વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું. નગરપાલીકાના પ્રમુખશ્રી મંજુલાબેને ગીર સોમનાથ જિલ્લામાં વસવાટ કરતા ૧૮ થી ૪૦ વર્ષની વય મર્યાદા ધરાવતા શ્રમયોગીઓએ આ પેન્શન સપ્તાહ કાર્યક્રમનો લાભ લેવા જણાવ્યું હતું.

પ્રધાનમંત્રી લધુ વ્યાપારી માનધન યોજનાના લાભાર્થી ચંન્દ્રેશભાઈ સુજાણ, ભરતભાઈ આંજણી, પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાના લાભાર્થી જ્યોતિબેન સોલંકી, જયશ્રીબેન પરમાર અને નિશાબેન કવાને મહાનુભાવોના હસ્તે પેન્શનકાર્ડ વિતરણ કરાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.