શનિવારથી પેચવર્કનો પ્રારંભ: મ્યુનિ.કમિશનર

દરેક વોર્ડમાં અંદાજે ૧૦ થી ૧૫ લાખના પેચવર્કના કામો થશે ઝોનવાઈઝ ૮ કરોડના પેવરકામો પણ હાથ ધરાશે

ભારે વરસાદના કારણે શહેરના રાજમાર્ગોને અંદાજે ૨૦ કરોડથી પણ વધુની નુકશાની થવા પામી છે. મોટાભાગના રસ્તાઓ પર ફૂટ-ફૂટના ખાડાઓ પડી ગયા છે. સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, ૨૧મીથી શહેરમાં પેચવર્ક તથા પેવરકામનો પ્રારંભ થઈ જશે. પરંતુ સતત વરસાદ ચાલુ રહેવાના કારણે પેચવર્કનો પ્રારંભ કરી શકાયો નથી. દરમિયાન આજે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી છે કે, આગામી શનિવારથી શહેરના તમામ ૧૮ વોર્ડમાં પેચવર્કનો પ્રારંભ કરીદ ેવામાં આવશે અને ત્યારબાદ પેવરકામ પણ ક્રમશ: શ‚ કરી દેવામાં આવશે.

રાજકોટમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝનમાં પડેલા ૪૮ ઈંચ જેટલા વરસાદના કારણે રાજમાર્ગોને ભારે નુકશાન થવા પામ્યું છે. એક અંદાજ મુજબ શહેરના રસ્તાઓને વરસાદથી ૨૦ કરોડથી પણ વધુનું નુકશાન પહોંચ્યું છે. હાલ મુખ્ય માર્ગો સાથે શેરી-ગલીઓના માર્ગોની હાલત પણ બિસ્માર બની જવા પામી છે. રોડ પર એક-એક ફૂટના ખાડા પડી ગયા છે. ખાડાઓ ઢાંકવા માટે મોરમ પાથરવામાં આવે છે પરંતુ વરસાદના ઝાપટા સતત ચાલુ રહેતા હોવાના કારણે આ મોરમનું પણ ધોવાણ થઈ જાય છે. જેના કારણે વાહન ચાલકોને આવા ખાડામાંથી કોઈપણ પ્રકારની રાહત મળતી નથી. અગાઉ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે એવી જાહેરાત કરી હતી કે, આગામી ૨૧મી સપ્ટેમ્બરથી પેચવર્ક અને પેવર કામનો પ્રારંભ કરી દેવામાં આવશે પરંતુ વરસાદ સતત ચાલુ રહ્યો હોવાના કારણે પેચવર્કનો પ્રારંભ થઈ શકયો નથી. મ્યુનિ.કમિશનરે આજે એવી જાહેરાત કરી છે કે, શનિવારથી શહેરના ૧૮ વોર્ડમાં પેવચર્કનો પ્રારંભ કરી દેવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, દરેક વોર્ડમાં દર વર્ષે ચોમાસાની સીઝન બાદ અંદાજે ૧૦ થી ૧૫ લાખના ખર્ચે પેચવર્ક કરવામાં આવતું હોય છે અને ઝોન દીઠ ૮ કરોડના ડામર કામો કરવામાં આવતા હોય છે. ડામર એકશન પ્લાનના મોટાભાગના કામો હાલ પૂર્ણતાના આરે છે. ટૂંકમાં નવરાત્રી અને દિવાળીના તહેવાર પહેલા શહેરના તમામ રાજમાર્ગોને ફરી ડામરથી મઢી દેવામાં આવશે તેવી સંભાવના હાલ જણાય રહી છે.

અમુક માર્ગો પર તો એવા મોટા ખાડા પડ્યા છે કે આ ખાડાને ઢાકવા માટે પેવીંગ બ્લોકના થીંગડા લગાવવામાં આવ્યા છે. સ્માર્ટ સિટી એવા રાજકોટના રાજમાર્ગોની સ્થિતિ હાલ ગામડાથી પણ બદતર થવા પામી છે. રાજમાર્ગો પર ફૂટ-ફૂટના ખાડાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. જેઓને ટૂંક સમયમાં બિસ્માર રસ્તાથી મુક્તિ મળે તેવું દેખાય રહ્યું છે.

ભૂતિયા નિયમિત નહીં કરવાનારના નળ કનેકશન કાંપી નાખશે

અનધિકૃત નળ કનેકશન ૩૧મી ડિસેમ્બર સુધીમાં કાયદેસર કરાવી લેવા શહેરીજનો કોર્પોરેશનની અપીલ

ભારત સરકાર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત તમામ શહેરી વિસ્તારોમાં રહેણાંક મકાનોમાં પીવાના પાણીનો પુરવઠો દરેક ઘરમાં નળ દ્વારા મળે તે માટે આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા પાણીની જરૂરીયાતએ મૂળભૂત જરૂરીયાત હોઇ, તેને પૂર્ણ કરવાના હેતુસર રાજયના શહેરી વિસ્તારોમાં રહેણાંક માટે વપરાતા એકમોમાં અડધા ઇંચની પાઇપ લાઇનના પાણીના ગેરકાયદેસર કનેકશન હોઇ તો આવા કનેકશનોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવાની ગુજરાત સરકારનાં  શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ૨૬ ઓગસ્ટથી પુખ્ત વિચારણાને અંતે મહાનગરપાલિકાની સરકારી કે ખાનગી જમીનમાં રહેણાંકના ઉપયોગમાં લેવાતા એકમોમાં રહેતી વ્યક્તિ દ્વારા પાણીના અડધા ઇંચની પાઇપના ઘર વપરાશનાં હેતુસર સરકારી કે ખાનગી જમીનમાં માલિકીનાં દાવાને પ્રસ્થાપિત કર્યા સિવાય નિયત દર ઉપરાંત રૂ! ૫૦૦/- ની રકમ લઇ રેગ્યુલરાઇઝ / કાયદેસર કરી આપવા બાબતે હુકમ કરેલ છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્થાયી સમિતિ દ્વારા હયાત નળ કનેકશન રેગ્યુલરાઇઝ કરવા માટે ૩૧ ડિસેમ્બર સુધીમાં પ્રવર્તમાન ૧/૨ ઇંચ (અડધા ઇંચ) નાં નળ કનેકશનના નિયત દર ઉપરાંત રૂ! ૫૦૦/- ની રકમ ભરપાઇ કરી નળ કનેકશન રેગ્યુલરાઇઝ / કાયદેસર કરાવી લેવાનું મંજુર કરવામાં આવેલ છે. આથી રાજકોટ શહેરનાં નાગરીકોને અનુરોધ કરવામાં આવે છે કે ભારત સરકારશની નળ સે જળ યોજનામાં સહભાગી થવા દરેકે આ યોજનાનો લાભ લઈ અડધા ઇંચનાં રહેણાંક હેતુ માટેના પાણીના ગેરકાયદેસર કનેકશન/અનધિકૃત નળ કનેકશન નિયત મુદત  ૩૧ ડિસેમ્બર સુધીમાં નિયમિત કરી લેવા અન્યથા ત્યારબાદ ગેરકાયદેસર નળ કનેક્શન કપાત કરવામાં આવશે.

Loading...