Abtak Media Google News

 

પોરબંદરના માધવપુર ઘેડ ખાતે રામનવમીથી તેરસ સુધી ચાલનાર ભાતીગણ લોક મેળાનો રવિવારથી પ્રારંભ થઇ ચૂકયો છે. રૂક્ષ્મણી અને ભગવાન શ્રીકૃષ્ણના  વિવાહ અને અરૂણાચલ પ્રદેશથી ગુજરાતના માધવપુર સુધીની ચિંતન યાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે.Img 20190415 Wa0025 પાંચ દિવસીય લોકમેળામાં ગુજરાતભરના લોકોની સાથે વિદેશી સહેલાણીઓ પણ જોડાય છે.શ્રી રૂક્ષ્મણી માતાજીના મંદીર ખાતે મંડપ રોપણ બાદ ધર્મપ્રેમીઓ દ્વારા વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા માધવરાયજીના નિજમંદીરે વિધિવત તેડુ કરવા માટે આવે છે.Img 20190415 Wa0030 ત્યારબાદ  માતાજીના મંદીરે ભગવાનને ખુબ જ સુંદર વસ્ત્રો અને સાજ શણગાર કરવામાં આવે છે તો લોકમેળામાં સાંજના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમો લોકડાયરો સંતવાણી જેવા અનેક આયોજન કરવામાં આવે છે.Img 20190415 Wa0038

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.