Abtak Media Google News

ફેટલેસ ચીઝ, બ્રેડ તેમજ બ્રાઉન રાઈસ, ફ્રુટ ડીશ તથા સેન્ડવીચ સહિત ૫૦ વાનગીઓ

શહેરમાં મસાલેદાર ટેસ્ટી ફુડ પીરસનારા તો અનેક છે પરંતુ સ્વાદની સાથોસાથ સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે તેવા કોન્સેપ્ટની ઉણપ વર્તાતી હતી જે ઉણપ હવે પૂર્ણ થઈ છે. કિશાનપરા ચોક ખાતે ‘ફ્રેશ હાઉસ’નો પ્રારંભ થયો છે. જયાં ચટાકેદાર હેલ્ધી વાનગીઓનો સ્વાદ માણી શકાશે. ઉપરાંત ડાયેટ પણ જળવાઈ રહેશે.

Vlcsnap 2017 06 02 11H04M53S177 2ફેટલેસ ચીઝ, ફેટલેસ બ્રેડ, બ્રાઉન રાઈસ, ફ્રુટ ડીસ, સેન્ડવીચ બધા જ પ્રકારના પીઝા સહિત ૫૦ જેટલી ફુડ આઈટમ એકદમ ફ્રેશ મળશે એટલું જ નહીં આ તમામ ફુડ અને ફ્રુટમાં હેલ્થને હેલ્ધી અને સાથે સાથે ડાયેટ પણ થાય એ મેઈન હેતુ ફ્રેશ હાઉસનો છે. ફુડની હોમડિલીવરીની સુવિધા પણ આપવામાં આવશે.

અભિજીત મહેતાએ ‘ફ્રેશ હાઉસ’ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે ‘ફ્રેશ હાઉસ’ ડાયટબેઈઝડ ક્ધસેપ્ટ છે. રાજકોટની સ્વાદપ્રિય જનતાને હેલ્ધી ફુડ માટે દોડવું પડે છે. સામાન્ય રીતે હાલ દરેક જગ્યાએ સારો ખોરાક ઉપલબ્ધ નથી ત્યારે ‘ફ્રેશ હાઉસ’ આવા શુઘ્ધ ભોજન આરોગનારા લોકો માટે કોમ્બો ઉપરાંત અલગ-અલગ પ્રકારના સલાડ અને ડાયટ સેન્ડવીચ લાવ્યા છે. અમારી તમામ આઈટમસમાં નેચલર વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. સલાડ અમારો મેઈન ક્ધસેપ્ટ છે. જે રાજકોટમાં લગભગ કયાંય નથી સેન્ડવીચમાં અમે મોસ્ટલી શાકભાજી અને ફ્રુટનો ઉપયોગ કરવાના છીએ અને ટોપીંગ માટેના સોસ અને કેચપ પણ અમારા ખુદના બનાવેલા છે. ચીઝમાં પણ ફેટ લેશ ચીઝ આવે છે આવા ચીઝમાં કેલેરી ખુબ જ ઓછી હોય છે એટલે ફ્રેશ હાઉસમાં પનીર અને ચીઝ બન્ને ફેટલેશ યુઝ થાય છે. ફ્રેશ હાઉસમાં ૪૫ થી ૫૦ સુધીની સ્વાદિષ્ટ સ્વાસ્થ્ય વર્ધક આઈટમસ રાજકોટની જનતા માણી શકશે.

Vlcsnap 2017 06 02 11H03M54S91 1ફ્રેશ હાઉસના પ્રયાગભાઈએ જણાવ્યું હતું કે, આજના ફાસ્ટ યુગમાં લોકો પોતાની ખાવા-પીવાની આદતો ઉપર એટલું ધ્યાન આપી શકતા નથી અને વજન વધી જતા અવનવા પ્રયોગો કરી વજન ઘટાડતા હોય છે ત્યારે કયારેક આવા લોકોને પુરતુ નોલેજ ન હોવાથી સ્વાસ્થ્યને નુકસાન પણ થતું હોય છે. આ તમામ વાતને ધ્યાનમાં રાખી મને ખાસ રાજકોટીયન્સ માટે ‘ફ્રેશ હાઉસ’નો ક્ધસેપ્ટ સૂજયો. ‘ફ્રેશ હાઉસમાં’ સ્વાસ્થ્ય માટેના તમામ સોલયુશન ઉપલબ્ધ છે અમે નેચલર સોસનો ઉપયોગ કરીને જુદા-જુદા પ્રકારના સલાડ લોકોને પ્રોવાઈડ કરીશું. આવા સલાડથી લોકોની તંદુરસ્તી જળવાઈ રહેશે અને સ્વાદ પણ બરકરાર રહેશે. ‘ફ્રેશ હાઉસ’માં ફુડની સાથે એન્વાયરમેન્ટ પણ ફ્રેશ આપવાના અમારા પુરતા પ્રયત્નો છે. લોકો અહીં આવતા ભરપુર તાજગીનો અનુભવ કરશે. ઉપરાંત ગ્રાહકના વિચાર પ્રમાણે એના સ્વાદ મુજબ હેલ્ધી ડીશ બનાવી આપવામાં આવશે.

Vlcsnap 2017 06 02 11H05M02S3ફ્રેશ હાઉસ’ વિશે વધુ માહિતી આપતા કિશન સરધારાએ જણાવ્યું હતું કે અમે લોકોને ડાયટ ઉપર ટેસ્ટ આપીએ છીએ. વેજીટેબલ અને ફ્રુટસ બેઈઝડ ખોરાક અહીં પીરસવામાં આવે છે. ‘ફ્રેશ હાઉસ’માં ૩૦૦ ‚પિયાથી ડીશનો ભાવ શ‚ થાય છે. રાજકોટની હાલની સ્થિતિ મેટ્રો સીટી જેવી જ થઈ ગઈ છે. લોકો બહારનું જંકફુડ ખાઈને હવે થાકી ગયા છે અને પોતાના વ્યવસાયમાં લોકો એટલા વ્યસ્ત હોય છે કે કયારેક ઘરે એમણે ડાયટ રેસીપી બનાવવાનો સમય હોતો નથી તો આવા ડાયટપ્રિય લોકો માટે અને ‘ફ્રેશ હાઉસ’ ક્ધસેપ્ટનો વિચાર કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.