Abtak Media Google News

ઓખા મીઠાપુર અલહેદરી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને જીવદયા પ્રેમીઓના સહયોગથી ઓખા મીઠાપુરમાં ધો.૧૦માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એસ.સી.સી. બોર્ડમાં જવલંત સફળતા મેળવી અને શાળાનું પરિણામ સારૂ લાવે તે માટે જે.કે.કલાસીસ મીઠાપુરના ટીચરો દ્વારા દર રવિવારે બપોરે એકથી પાંચ ફ્રી ટયુશન કલાસ શરૂ કરેલ જેમાં ઓખા મંડળના ઉચ્ચ અને અનુભવી શિક્ષકો જે.કે.પારીયા, રાણા તથા ફેઝલ હગોરા દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે.

આ કલાસીસ ઓખા ગાંધીનગરી ભુંગામાં વાહીદ સનેટરી હાઉસ, ગોડાઉન સામે રાખેલ છે તો સર્વે વિદ્યાર્થીએ લાભ લેવા અનુરોધ કરાયો છે. આ કલાસીસનો શુભ પ્રારંભ ઓખાના અગ્રણીઓ અનુપમભાઈ બારાઈ, જગદીશભાઈ શાસ્ત્રી, ભાવશીંગભાઈ કેર તથા હાજી સુલેમાનભાઈ પાસ્તાના અધ્યક્ષ સ્થાને આ ટ્રસ્ટના પ્રમુખ હુશેનભાઈ, ઉપપ્રમુખ આરીફભાઈ ચૌહાણ, ખજાનચી મુસ્તાકભાઈ છાત્રા વગેરે તમામ કાર્યકરો હાજર રહ્યાં હતા અને આ શિક્ષણ કાર્યને બીરદાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.