Abtak Media Google News

રાજકોટ જિલ્લાનાં તમામ તાલુકાનાં ગામડાઓમાંથી ૨૫ બહેનો બીમા સખીની તાલીમ લઈ રહ્યા છે તાલીમ પૂર્ણ થતા પોતાના તાલુકા કક્ષામાં બેંકમાં બેસી સ્વરોજગારી મેળવી શકશે: આ કાર્યક્રમને લઈ આયોજકો અબતકને આંગણે

એસબીઆઈ, આરસેટી તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી રાજકોટ ગુજરાત સરકાર તથા ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકારનાં સંયુકત ઉપક્રમે આરસેટી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે એ.જી.સ્ટાફ કોલોની સામે ઈન કેમ્પસ બીમા સખીની તાલીમનો વિનામુલ્યે પ્રારંભ કરવામાં આવ્યો છે. બીમા સખી તાલીમ પ્રોગ્રામને રાજકોટ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં ડાયરેકટર જે. કે. પટેલ, આરસેટી ડાયરેકટર આર. એસ.રાઠોડ તથા ડી.એલ.એમ વી. બી. બસીયા તથા લીડ બેંક મેનેજર ઠાકર તથા કાનાબાર, સરોજબેન વગેરે માનવતા મહેમાનો તાલીમનો શુભારંભ કરાવેલ.

આ તાલીમમાં રાજકોટ જીલ્લાનાં તમામ તાલુકાનાં ગામડાઓમાંથી ૨૫ બહેનો બીમા સખીની તાલીમ લઈ રહ્યા છે. તાલીમ પૂર્ણ કર્યા પછી પોતપોતાના તાલુકા કક્ષાએ બેંકમાં બેસી સ્વરોજગારી મેળવી શકશે. આ તકે આયોજકો અને કેટલાક તાલીમાર્થીઓ અબતકની મુલાકાત લીધી હતી જેમાં નાકરાણી મનીષા (પાંચવડા), મેર ધારાબેન (વિરપુર), રાઠોડ ઉર્મિલા (વિરપુર), ઉધાડ રીટા (થાણાગાલોલ), તાવિયા રસીલા (વિંછીયા), પરમાર ભારતી (વિંછીયા, તાવિયા જયોતી (મોઢુકા), ચાવડા પલ્લવી (ભુખી), ભાલોડીયા નિરાલી (સુપેડી), નિમાવત જયોતી (પારડી)નો સમાવેશ થાય છે.

આ તાલીમમાં વિવિધ વિષય નિષ્ણાંતો પોતાની આગવી શૈલીમાં તાલીમ, શિક્ષણ આપી રહ્યા છે. એસ.બી.આઈ બેંક ઓફિસર્સ દ્વારા પીઓએસ મશીન, લેપટોપ, કોમ્પ્યુટર કેમ ઓપરેટ કરવું તથા ઓનલાઈન ટ્રાન્ઝેકશન, વિવિધ વિમા યોજના તથા મિશન મંગલમનાં ઓફિસર્સ દ્વારા પણ વિવિધ સરકારી સ્કિમ તથા યોજના વિશે તાલીમબઘ્ધ કરવામાં આવશે. એસ.બી.આઈ આર.સે.ટી. રાજકોટ જીલ્લાનાં કોઈપણ ગામડામાં વસતા બીપીએલ તથા ૦ થી ૧૯નાં સ્કોરમાં આવતા ૧૮ થી ૪૫ સુધીની ઉંમર ધરાવતા કોઈપણ ભાઈ-બહેનો આર.સે.ટી.માં ચાલતી વિવિધ ૬૦ જેટલી તાલીમ સરકાર તરફથી રહેવા તથા જમવા સાથે વિનામુલ્યે લઈ શકશે. તાલીમ લેવા ઈચ્છુક કોઈપણ ભાઈ-બહેન સંસ્થાના ફેકલ્ટી તથા કોર્સ કો-ઓર્ડિનેટર જીજ્ઞેશ ગોસ્વામી મો.૯૯૭૮૯ ૧૧૦૦૮ ઉપર સંપર્ક કરવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.