Abtak Media Google News

રાજુલા ૨૦ કિલોમીટર દૂર આવેલા પીપાવાવ પોર્ટ પાસે આવેલા પીપાવાવ રેલવે સ્ટેશન આવેલું છે આ રેલ્વે સ્ટેશન કોવાયા અલ્ટ્રાટેક  વિડિયોકોન રિલાયન્સ ડિફેન્સ પીપાવાવ પોર્ટ નું મધ્યમાં આવેલું હાલ તો આ રેલ્વે સ્ટેશન દિવસ દરમ્યાન માત્ર માલગાડી નું આવન-જાવન થાય છે પરંતુ તેમાં પેસેન્જર ટ્રેન પણ આવનજાવન કરે તેવી પણ માંગણી કરવામાં આવેલ છે  આ વિસ્તારમાંથી પીપાવાવ પોર્ટમાં થી હજારો ટન કોલસો યુરિયા ખાતર ઘઉં ચોખા નું આયાત થાય છે તે તમામ વસ્તુઓ અને તે માલગાડી રેલવે માર્ગ આવન-જાવન થાય છે.

જે હાલ મા ડીઝલ થી ચાલતુ અનજીન આધારિત માલગાડી છે તેના બદલે હવે વીજળીથી ચાલતુ એનજીન થી ઝડપી સ્પીડે માલગાડી નો આવન-જાવન થાય તે માટે કેન્દ્ર સરકારે અહીં વીજળી થી થાય તે માટેનો નિર્ણય લઈ લીધો છે તેમ રેલવે સૂત્રોમાંથી જાણવા મળ્યું છે હાલ પીપાવાવ  છેલ્લું સ્ટેશન છે ત્યાં ટૂંક સમયમાં જ વીજળીથી ચાલતા એનજીથી  કામગીરી  નો પ્રારંભ થવાનો હોય તેમ રેલવે અધિકારીએ જણાવ્યું હતું કેન્દ્ર સરકારને રેલવેતંત્ર ને અહીં માલગાડીથી થતા પરિવહન  થી ખુબજ કમાણી હોય છે જેથી ઇલેક્ટ્રિક થી રેલવે શરૂ થાય તો ઝડપી સમય માં મોટો જથ્થાની અવર-જવર થઈ શકે તે માટે આ નિર્ણય લીધો હોવાનું રેલવેના સૂત્રો પાસેથી જણાવેલ છે.

રેલવે તંત્ર દ્વારા ભલે વીજળી કરણથી માલગાડીનું વહન થાય પરંતુ સાથે સાથે પેસેન્જર ટ્રેન પણ પીપાવાવ પોર્ટ સુધી આવન જાવન કરે તો આ વિસ્તારના ઘણા લોકોને પ્રવાસમાં ખૂબ જ ફાયદો થાય તેમ છે .જો આટલા મોટા પ્રમાણમાં માલગાડીઓ ચાલતી હોય તો પેસેન્જર ટ્રેન ચલાવવામાં આ રેલ્વે તંત્રને શું વાંધો છે તેઓ લોકોમાંથી પ્રશ્ન ઉપસ્થિત થયેલ છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.