Abtak Media Google News

કોરોનાની સારવારના પાયોનિયર્સ

દર્દીઓને હોટેલ-રિસોર્ટ કક્ષાની અદ્યતન સુવિધાઓ ઉપરાંત ન્યુટ્રીશ્યન દ્વારા ડીઝાઇન કરેલ મેનુ મુજબનું ભોજન તેમજ પેટ્રીયા સ્યુટસના આરામદાયક વાતાવરણમાં સુવાની વ્યવસ્થા

રાજકોટ શહેર અને જીલ્લા ઉપરાંત રાજકોટની આજુ બાજુના શહેરોમાં કોરોનાના દર્દીઓનો સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે શહેરની મોટાભાગની હોસ્પિટલોમાં દર્દીઓના ઘસારાને ધ્યાનમાં લઇ અને કોરોનાની સારવારના પાયોનીયરર્સ એવી સ્ટાર સિનર્જી હોસ્પિટલ માઇલ્ડ અને એસીન્ટોમેટિક દર્દીઓની પૂરતી મેડિકલ સારવાર મળી રહે અને દર્દીઓને હોટેલ/રિસોટ કક્ષાની અદ્યતન સુવિધાઓ મળી રહે એવા ઉદ્દેશથી રાજકોટની ખ્યાતનામ હોસ્પિટાલિટી સર્વિસ આપતી પેટ્રીયા સ્યુટ્સ ખાતે કોવીડ કેર સેન્ટર શ‚ કરે છે. પેટ્રીયા સ્યુટ્સ ખાતે દર્દીઓને પ્રાથમિક મેડિકલ સારવાર સાથે સ્ટાર સિર્નજી હોસ્પિટલના ન્યુટ્રીશયન દ્વારા ડિઝાઇન કરેલ મેનુ મુજબનું ભોજન તેમજ પેટ્રીયા સ્યુટ્સ ખાતે દર્દીઓને પ્રાથમિક મેડિકલ સારવાર સાથે સ્ટાર સિનર્જી હોસ્પિટલના ન્યુટ્રીશયન દ્વારા ડિઝાઇન કરેલ મેનુ મુજબનું ભોજન તેમજ પેટ્રીયા સ્યુટ્સના આરામદાયક વાતાવરણમાં રહેવાની વ્યવસ્થા હશે.

આ બધી વિગતો જણાવતા રાજકોટના ખ્યાતનામ પલ્મનોલોજીસ્ટ (ફેફસાના દર્દોના નિષ્ણાંત)તેમજ ક્રિટિકલ કેરના નિષ્ણાંત ડો. જયેશ ડોબરિયાએ ઉમેર્યુ કે ઉપરોકત સુવિધાઓ સરકારના માન્ય કરાયેલ સારવારના દરો કરતાં પણ ઓછા દરે સુવિધા આપવા અને દર્દીઓને મેડિકલ સારવાર આપવા અમે અને અમારી ટીમ કટિબધ્ધ થયા છીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.