Abtak Media Google News

રાજકોટમાં ર૩ ફુટ મહાકાય પ્રેમના શીલ્પનું અનાવરણ થકી અભિનેત્રી સંજીદા શેખ

સ્ટાર પ્લસ પર આગામી રપમી સપ્ટેમ્બરથી ફરી એકવાર લોકપ્રિય ટીવી સિરીયલ ‘કસોટી જીંદગી કી’નો આરંભ થઇ રહ્યો છે. ગઇકાલે રાજકોટના ક્રિસ્ટલ મોલ ખાતે અભિનંત્રી સંજીદા શેખના હસ્તે ર૩ ફુટ ઉંચા શિલ્પનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સીરીયલ દર સોમવારથી શુક્રવાર સુધી રાત્રે ૮ કલાકે પ્રસારીત થશે.

ભારતની સૌથી આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહેલી ગાથા, કસોટી ઝિંદગી કા રજુ કરવા જઇ રહ્યું છે. પ્રેમના શિલ્પ અને સ્ટારપ્લસ આ કાર્યક્રમને બેજોડ અને યાદગાર સફળતા અપાવવા માટે કોઇ કસર બાકી નથી રાખી રહ્યું.

Vlcsnap 2018 09 11 09H21M29S27આ વિશાળ શિલ્પ મહિનાઓની મહેનત અને ધગશનું પરિણામ છે.  આ શિલ્પને કોલકતામાં પ્રખ્યાત શિલ્પકાર શ્રી ભાભાતોષ સતાર દ્વારા તૈયાશ કરવામાં આવ્યા છે. ર૩ ફુટ ઊંચુ શિલ્પ તૈયાર કરવું કોઇ સરળ કામ ન હતું. તેણે અને તેની ટીમે અનેક રાતોએ ઊજાગરા કરીને આ તૈયાર કર્યા છે. પરિણામ દેખીતી રીતે જ સુંદર છે. અંદાજે ૪૫ દિવસો કળાના આ મનોરમ્ય નમુનાઓને તૈયાર કરવામાં લાગ્યા હતા જેમાં ર૦ જણાના હાથ રાત દિવસ કામે લાગેલા રહ્યા હતા.

દેશભરમાં એક સાથે થનારી રજુઆતમાં પડદા સપ્ટેમ્બર ૧૦ના રોજ ઊંચકશે અને આ રેખાકૃતિ નમુનાને ૧૦ શહેરો મુંબઇ, દિલ્હી, નોઇડા, પુણે, નાગપુર, નાસિક, રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં એક સાથે અનાવૃત કરવામાં આવશે. લોકોને એક જોડીનુ વિશાળકાય શિલ્પ જોવા મળશે જેઓ એક બીજાના ગળાડૂબ પ્રેમમાં હોય છે અને તેમની નજર એકબીજામાં અંદર ઉતરેલી છે અને તેમને એક લાલ ચમદાર દુપટ્ટો આવરી રહેલો હોય છે.

આ જોડીને પ્રસ્તુત કરતાં અનુભવાતી ખુશી વ્યકત કરતાં આ અભિનેત્રી કહે છે કે હું ખુશ છું કે સ્ટાર પ્લસે મને આ પ્રેમ અને રોમાન્સના શિલ્પનું અનાવરણ કરવાની તક આપી છે. આપણે આજે જે ઝડપી જીવન જોઇએ છીએ. તેમાં કસોટી ઝિંદગી કેયનું આ શિલ્પ એક યાદગાર પોઝમાં આપણને બે ઘડી અટકી જવા, તેને ઘ્યાનથી જોવા અને પ્રેમ વિશે વિચારવા પ્રેરશે.

મને ખાતરી છે કે આ પ્રેમીઓ માટે એક નવું સેલ્ફી સ્પોટ બની જશે. હું ખુબ જ રોમાંચિત છું કે હું જે શોને મારા બાળપણથી જોતી આવી હતી તે ફરી પાછો આવી રહ્યો છે. અને હું તેનું પ્રસારણ શરુ થવા માટે આતુર છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.