કોર્પોરેશનમાં કાલે સ્ટેન્ડિંગ: બે માસ બાદ ‘વિકાસ કામો’ અંગે લેવાશે નિર્ણય

ઈન્ડોર સ્ટેડિયમમાં સ્કેટીંગ રીંગ, રેસકોર્સમાં ફુટબોલ ગ્રાઉન્ડનું સંચાલન સોંપવા, યોગ સેન્ટરનાં ભાડુ અને નિયમો નકકી કરવા, વેરા વળતર યોજનાની મુદત વધારવા, ભુગર્ભ ગટરની ફરિયાદનાં નિકાલનો કોન્ટ્રાકટ આપવા સહિતની ૩૧ દરખાસ્તો

રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે બપોરે ૧૨:૦૦ કલાકે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે. છેલ્લા બે માસથી દેશભરમાં લોકડાઉન અમલમાં હોવાના કારણે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળતી હતી પરંતુ તેમાં પુરતું કોરમ ન થવાના કારણે વિકાસ કામો અંગે કોઈ જ નિર્ણય લેવામાં આવતો ન હતો. આવતીકાલે સ્ટેન્ડિંગનાં કોન્ફરન્સ ‚મનાં બદલે સોશિયલ ડિસ્ટન્સનાં પાલન માટે કમિશનર ચેમ્બર પાસે આવેલા કોન્ફરન્સ ‚મ ખાતે મળશે. સ્ટેન્ડિંગમાં અલગ-અલગ ૩૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજી નદીમાં ગાંડી વેલ દુર કરવા માટે થયેલા ખર્ચ પૈકી કોર્પોરેશનનાં ભાગે આવતો ‚રૂ.૧૧.૫૦ લાખનો ખર્ચ મંજુર કરવા, ઈન્ડોર સ્ટેડિયમમાં સ્કેટીંગ રીંગ એક વર્ષ માટે ઈયાન સ્કેટ કલબને ભાડે આપવા, પદ્યુમન પાર્ક ઝૂમાં ફૂડ કોર્ટનું સંચાલન પાંચ વર્ષ માટે જલારામ કેટરર્સને સોંપવા, આજી ડેમ ખાતે આવેલા માછલીઘરનું સંચાલન પાંચ વર્ષ માટે મહેશભાઈ લક્ષમણભાઈ ચૌહાણને સોંપવા, કોમ્પ્યુટર, હાર્ડવેર અને પ્રિન્ટરનો વાર્ષિક નિભાવ કોન્ટ્રાકટ ૩ વર્ષ માટે આપવા, ઈ-ન્યુઝ લેટર સ્માર્ટ રાજકોટની મલ્ટી કલર ડિઝાઈન તૈયાર કરવા માટે પ્રતિ પેજ ૫૦૦ ‚રૂપિયાનો ખર્ચ મંજુર કરવા, વોર્ડ નં.૨ અને ૩માં પ્રાઈવેટાઈઝેશન ભુગર્ભ નિકાલનો કોન્ટ્રાકટ આપવા જેમાં કોન્ટ્રાકટરને ૩૯ ટકા ઓન ચુકવવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે.આ ઉપરાંત મિલકત વેરામાં વળતર યોજનાની મુદત વધારવા, વોર્ડ નં.૧૦, ૧૧, ૧૩ અને ૧૭માં પાર્ટ ટાઈમ સફાઈ કામદારો મારફત સફાઈ અને કચરો ઉપાડવાની કામગીરી કરવા, રેસકોર્સ સંકુલમાં આવેલા સિન્થેટીક એથ્લેટીક ટ્રેકમાં ત્રિમાસિક અને ૬ માસિક સભ્યપદનાં વિકલ્પો ઉમેરવા, સિન્થેટીક ટ્રેક, હોકી ગ્રાઉન્ડ અને બાસ્કેટ બોલ ગ્રાઉન્ડનો મેન્ટેનન્સનો કોન્ટ્રાકટ ૩ વર્ષ માટે રાજકોટ સ્પોર્ટસ પ્રમોશન ફાઉન્ડેશનને આપવા, રેસકોર્સ સ્થિત યોગ સેન્ટરનું ભાડુ તથા વપરાશનાં નિયમો નકકી કરવા અને ફુટબોલ ગ્રાઉન્ડ એકેડેમીક પબ્લીક કોચિંગ માટે ૨ વર્ષ સુધી ભાડે આપવા સહિતની અલગ-અલગ ૩૧ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહાપાલિકામાં છેલ્લે ૧૯ માર્ચનાં રોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં વિકાસ કામોનાં નિર્ણય લેવામાં આવ્યા હતા ત્યારબાદ અલગ-અલગ ૪ તબકકામાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોય નિયમ મુજબ દર મહિને સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવવા માટે એજન્ડા પ્રસિઘ્ધ કરવામાં આવતા હતા પરંતુ પુરતું કોરમ થતું ન હોવાનાં કારણે સ્ટેન્ડિંગની બેઠક મુલત્વી રહેતી હતી. કોરોનાનો વ્યાપ વકરતો અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ ખુબ જ આવશ્યક છે જે વાતને ધ્યાનમાં રાખી કાલની સ્ટેન્ડિંગની બેઠક ખડી સમિતિનાં મુખ્ય‚મુખ્યરૂમનાં બદલે કમિશનર ચેમ્બરની પાસે આવેલા કોન્ફરન્સ ‚રૂમમાં યોજાશે. જે અધિકારીની જરૂરીયાત હશે તેને જ બોલાવવામાં આવશે. વધુ લોકો ભેગા ન થાય તે વાતની પુરતી તકેદારી રખાશે.

Loading...