Abtak Media Google News

સરદાર પટેલ માર્કેટીંગ યાર્ડની દલાલ મંડળીની ઓફિસમાંથી ચોરાયેલા ચેક પૈકી જુદી જુદી બેંકોમાં ડમી એકાઉન્ટ બનાવી લાખો ઉપાડી લીધા: સીસીટીવી કેમેરાના વાયર કાપી નખાતા જાણભેદુ હોવાી આશંકા

વિજય કોમર્શીયલ બેન્ક, જીવન કોમર્શીયલ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંથી ૧૦ લાખ ઉપાડી લીધાની પોલીસમાં રાવ: ડમી ખાતા ખોલાવી છેતરપિંડી આચરી: પોલીસ ફરિયાદની તજવીજ

રાજકોટના સરદાર પટેલ માર્કેટીંગ યાર્ડમાંી એક-બે નહીં પરંતુ ૧૦૦ ચેકની ચોરી તા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વધારામાં ચેક ચોરનારે અન્ય બેંકોમાં બનાવટી ખાતા ખોલાવી જુદી જુદી બેંકોમાંી અંદાજીત ‚ા.૧૦ લાખ ઉપાડી લીધાની પોલીસ સમક્ષ રજૂઆત કર્યા બાદ ફરિયાદની તજવીજ હા ધરી છે.

Vlcsnap 2017 05 17 12H27M35S37પ્રાપ્ત વિગત મુજબ શહેરના સરદાર પટેલ માર્કેટીંગ યાર્ડના દલાલ મંડળીની ઓફિસમાં કે જયાં દલાલ મંડળીના ચેક રાખવામાં આવે છે અને ત્યાંી દલાલો પોતાની પેઢીનો ચેક લઈ જાય છે. તે જગ્યાએી અંદાજીત ૧૦૦ જેટલા ચેકની ચોરી યાની ઘટના બહાર આવતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર પ્રકરણમાં માર્કેટીંગ યાર્ડના દલાલ મંડળીની ઓફિસની બાજુમાં રહેલા સીસીટીવી કેમેરાના વાયર પણ ચોરે કાપી નાખતા મુશ્કેલીઓ વધી છે.

આ મામલે દલાલ મંડળીના પ્રમુખ અતુલભાઈ કામાણીએ જણાવ્યું હતું કે, આ ઘટના ૫મી મે શુક્રવારના રોજ બની હતી. સવારે ૬:૫૩ કલાકે દલાલ મંડળીની ઓફિસમાં રાખેલા અંદાજીત ૧૦૦ જેટલા ચેક કોઈ વ્યક્તિ ચોરી ગયું છે. ઘટનાની જાણ ન ાય તે માટે દલાલ મંડળીની ઓફિસની બાજુમાં લગાવેલા સીસીટીવી કેમેરાના વાયર પણ કાપી નખાતા તપાસમાં મુશ્કેલી સર્જાઈ છે.

યાર્ડમાંી ૧૦૦ જેટલા ચેક ચોરાયા બાદ શહેરની જુદી જુદી બેંકોમાં જે તે પેઢીના નામે બનાવટી એકાઉન્ટ બનાવી લાખો ‚પિયા ઉપાડી લીધાનું પણ પ્રકાશમાં આવતા પોલીસ ફરિયાદની તજવીજ હા ધરી છે. જાણવા મળતી વિગત મુજબ વિજય કોમર્શીયલ બેંકમાં ‚ા.૨.૨૯ લાખ, સોરઠીયાવાડી ખાતે આવેલ જીવન કોમર્શીયલ બેંકમાંી ‚ા.૫ લાખ અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાંી ૩.૨૦ લાખ મળીને અંદાજીત દસેક લાખ ‚પિયા ઉપાડી લીધાનું બહાર આવ્યું છે.

માર્કેટીંગ યાર્ડના દલાલ મંડળના પ્રમુખ અતુલભાઈ કામાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ચોરી કરનાર વ્યક્તિએ મવડી રોડ ઉપર આવેલ સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં નકલી પેઢીનું ખાતુ ખોલાવી માર્કેટીંગ યાર્ડમાં આવેલા પેઢીના ચેક આ બેંકમાં જમા કરાવી લાખોની છેતરપિંડી આચરી છે. ચોરી કરાયેલા ચેક પૈકી અમર ટ્રેડર્સ, તિ‚પતિ ટ્રેડિંગ કંપની તા યોગેશ્ર્વર ટ્રેડિંગ કંપનીના ચેક ચોરાયા હોવાનું બહાર આવ્યું છે.

આ મામલે માર્કેટીંગ યાર્ડમાં જ પેઢી ધરાવતા સાવન ટ્રેડિંગ કંપનીના માલીકે જણાવ્યું હતું કે, પેઢીના નકલી એકાઉન્ટ ખોલાવી ચેક દ્વારા પૈસા ઉપાડી લેનાર શખ્સ સામે કડક પગલા લેવાશે. તા ગુનેગારને છોડવામાં આવશે નહીં. આ સમગ્ર મામલે માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી બી.આર.તેજાણી પાસે પણ રજૂઆત કરવામાં આવી છે. તેમના માર્ગદર્શન હેઠળ પોલીસ ફરિયાદની તજવીજ હા ધરવામાં આવી છે.

માર્કેટીંગ યોર્ડમાં અંદાજીત ૧૦૦ જેટલા ચેક ચોરાયાની ફરિયાદ નોંધાવા જતા પીએસઆઈ એ.વી.રાયજાદા અને માર્કેટીંગ યાર્ડના પ્રવિણસિંહ જાડેજા વચ્ચે પણ ગરમા-ગરમી સર્જાઈ હતી. આ સમગ્ર મામલે દલાલ મંડળના પ્રમુખની આગેવાનીમાં દલાલોએ માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી અને પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદની તજવીજ હા ધરી છે.

આ સમગ્ર પ્રકરણમાં દલાલ મંડળની ઓફિસમાંી એક-બે નહીં પરંતુ ૧૦૦ ચેક ચોરાયા અને સીસીટીવી કેમેરાના વાયર પણ કાપી નખાતા જાણભેદુ હોવાની શંકા સેવાઈ રહી છે. આ સમગ્ર મામલે પોલીસ અને દલાલ મંડળમાં એક વ્યક્તિની ઓળખ પણ ઈ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં એક સો ૧૦૦ જેટલા ચેકની ચોરી તા સહકારી ક્ષેત્ર સહિત આખા જિલ્લાભરમાં ખળભળાટ મચ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.